07 October, 2026 03:23 PM IST | New York | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ન્યુ યૉર્કમાં ઓરી (મીઝલ્સ)ના કેસ વધતાં સમગ્ર રાજ્યમાં ડિઝૅસ્ટર ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. ૨૦૨૫થી કેસ વધ્યા બાદ આવી ઘોષણા કરનારું ન્યુ યૉર્ક પ્રથમ અમેરિકન રાજ્ય છે. ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ વધતાં મીઝલ્સ-મમ્પ્સ-રુબેલા (MMR) વૅક્સિન આપવા વધુ હેલ્થ પ્રોફેશનલ્સને મંજૂરી અપાઈ હતી.
એક્ઝિક્યુટિવ ઑર્ડર મુજબ ન્યુ યૉર્કમાં ૩ ઑક્ટોબર સુધીમાં ઓરીના ૧૦૮ કેસ નોંધાયા હતા જેમાંથી ૯૨ કેસ ૧૫ જુલાઈથી ૧૮ કાઉન્ટીના ગ્રામીણ વિસ્તારોમાં મળ્યા હતા. ન્યુ યૉર્ક સિટીમાં ૭ અને અન્યત્ર ૧૦૧ કેસ છે, જ્યારે ગ્રામીણ ભાગોમાં MMRના ૧૦૦૦થી વધુ ડોઝ અપાયા હતા. પાડોશી પેન્સિલ્વેનિયામાં બીજી ઑક્ટોબર સુધી ૯૭૭ કેસ અને પાંચનાં મોત બાદ સોમવારે કેસ ૧૦૦૦ને પાર થતાં ત્રણ દાયકાનો સૌથી મોટો રોગચાળો ફેલાયો હતો.