11 April, 2025 04:38 PM IST | Ho Chi Minh | Gujarati Mid-day Correspondent
લેગોની ફૅક્ટરી
બાળપણમાં લેગો બ્રીક્સ ન રમ્યા હોય એવું કોઈ ભાગ્યે જ મળશે. મૂળ ડેન્માર્કની આ ટૉય કંપનીએ વિશ્વભરમાં જાયન્ટ લેગો ફૅક્ટરીઓ શરૂ કરી દીધી છે. જોકે હાલમાં વિયેટનામમાં બની રહેલી લેગોની બીજી ફૅક્ટરી અનેક રીતે ખાસ છે. હો ચી મિન સિટીના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં બની રહેલી લેગોની ફૅક્ટરી સંપૂર્ણપણે ક્લીન એનર્જી પર ચાલવાની છે. કોઈ પણ ફૅક્ટરી બને એટલે પર્યાવરણને અસર થાય જ અને એનાથી પેદા થતા પ્રદૂષક વાયુઓ પૃથ્વીને વધુ ગરમ કરવાનું કામ કરે છે. જોકે ડેનિશ કંપનીની આ ફૅક્ટરી કોઈ પણ પ્રકારના ગ્રીનહાઉસ ગૅસ પેદા નહીં કરે. ૨૦૨૬ની શરૂઆતમાં જ આ ફૅક્ટરી કાર્યરત થઈ જશે જે એશિયાની બીજી જાયન્ટ કંપની હશે જે એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડ્લી છે. લેગોની આ ફૅક્ટરી વિયેટનામીઝ કલ્ચરનાં
લાઇફ-સાઇઝ મૉન્યુમેન્ટ બનાવી શકાય એવા લેગો પીસ પણ બનાવે છે.