ગાંધીજીની પ્રપૌત્રીને છેતરપિંડીના ગુનામાં સાત વર્ષની સજા

08 June, 2021 05:54 PM IST  |  Johannesburg | Gujarati Mid-day Online Correspondent

આશિષ લતા રામગોબિને ૩.૨૨ કરોડ રુપિયાની છેતરપિંડી કરી છે અને આ કેસમાં વર્ષ ૨૦૧૫થી જામીન પર હતા

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ આફ્રિકામાં રહેતી મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની ૫૬ વર્ષીય પ્રપૌત્રી આશિષ લતા રામગોબિન (Ashish Lata Ramgobin)ને દક્ષિણ આફ્રિકામાં સાત વર્ષની જેલની સજા થઈ છે. આશિષ લતા રામગોબિને ૬૦ લાખ રેન્ડ એટલે કે ૩.૨૨ કરોડ રુપિયાની છેતરપિંડી કરી છે. છેતરપિંડીના કેસમાં આશિષ લતા વર્ષ ૨૦૧૫થી જામીન પર હતી.

લતા રામગોબિન જાણીતાં એક્ટિવિસ્ટી ઈલા ગાંધી (Ela Gandhi) ને સ્વર્ગસ્થ મેવા રામગોબિન (Mewa Ramgobind)ની પુત્રી છે. લતા પર  બિઝનેસમેન એસઆર મહારાજની સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેને ડરબન સ્પેશિયાલાઇઝ્ડ કમર્શિયલ ક્રાઈમ કોર્ટ દ્વારા સજાની અપીલ કરવાની પરવાનગી આપવાથી પણ ઈનકાર કરવામાં આવ્યો.

લતાએ નકલી ચલણ અને દસ્તાવેજો સંભવિત રોકાણકારોને આપ્યા હતા. તે તેના સહારે તેમને એવો વિશ્વાસ અપાવવા માગતી હતી કે ભારતથી લિનેનનાં ત્રણ કન્ટેનર મોકલાઈ રહ્યાં છે. એ સમયે એટલે કે વર્ષ ૨૦૧૫માં લતા રામગોબિનને ૫૦,૦૦૦ રેન્ડ એટલે કે લગભગ ૨,૭૦,૦૦૦ રૂપિયાના જામીન પર છોડવામાં આવી હતી. સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, લતા રામગોબિને ન્યૂ આફ્રિકા અલાયન્સ ફૂટવેર ડિસ્ટ્રિબ્યુટર્સના ડાયરેક્ટર મહારાજ સાથે ઓગસ્ટ ૨૦૧૫માં મુલાકાત કરી હતી. આ કંપની કપડાં, લિનેન અને ચંપલની આયાત, નિર્માણ અને વેચાણ કરે છે. મહારાજની કંપની અન્ય કંપનીઓના પ્રોફિટ શેરના આધારે ફાઈનાન્સ પણ પ્રદાન કરે છે. લતાએ મહારાજને જણાવ્યું હતું કે તેણે દક્ષિણ આફ્રિકાના હોસ્પિટલ ગ્રુપ નેટકેર માટે લિનનનાં ત્રણ કન્ટેનર ભારતમાંથી આયાત કર્યા છે.

કોર્ટની સુનાવણી દરમિયાન મળેલી માહિતી પ્રમાણે, લતાએ મહારાજને જણાવ્યું હતું કે તેની આર્થિક સ્થિતિ સારી નથી, આ કારણે તેને આયાતનો ખર્ચ અને સીમા ચાર્જની ચુકવણી કરવામાં મુશ્કેલી આવી રહી છે અને તેને બંદર પરથી માલ ક્લિયર કરાવવામાં પૈસાની જરૂરિયાત છે. ત્યારે લતાએ મહારાજ પાસેથી 62 લાખ રૂપિયા લીધા હતા. લતા રામગોબિનની પારિવારિક છાપ અને નેટકેરના પુરાવાને કારણે મહારાજે લોન લેવા માટે તેમની સાથે એક લેખિત કરાર કર્યો હતો. લતાએ પણ નેટકેર ચલાન અને ડિલિવરી નોટના સહારે મહારાજને જણાવ્યું હતું કે પેમેન્ટ થઈ ચૂક્યું છે. જ્યારે મહારાજને જાણવા મળ્યું કે પુરાવા નકલી હતા તો તેમણે આ મામલામાં લતા પર કેસ કર્યો.

તમને જણાવી દઈએ કે, લતા રામગોબિન NGO ઈન્ટરનેશનલ સેન્ટર ફોર નોન વાયોલન્સના સંસ્થાપક અને કાર્યકારી નિર્દેશક છે.

international news south africa mahatma gandhi