માર્ક ઝકરબર્ગે વર્ક ફ્રૉમ હોમનો ઑર્ડર આપીને એકઝાટકે ૮૦૦૦ કર્મચારીઓને છૂટા કર્યા

21 May, 2026 09:33 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

સૌથી પહેલાં સિંગાપોરની ઑફિસના કર્મચારીઓને સવારે ૪ વાગ્યે ઈમેઇલ મોકલીને તેમને છૂટા કર્યા હોવાની જાણ કરી હતી. 

માર્ક ઝકરબર્ગ

વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની માલિકી ધરાવતી કંપની મેટાએ એક વાર ફરીથી મોટા પાયે છટણી કરી છે. કંપનીએ લગભગ ૧૦ ટકા કર્મચારીઓ એટલે કે લગભગ ૮૦૦૦ લોકોને નોકરીમાંથી પાણીચું આપ્યું છે. સૌથી પહેલાં સિંગાપોરની ઑફિસના કર્મચારીઓને સવારે ૪ વાગ્યે ઈમેઇલ મોકલીને તેમને છૂટા કર્યા હોવાની જાણ કરી હતી. 

મેટાએ એના ગ્લોબલ વર્કફોર્સમાં એક જ વારમાં ૮૦૦૦ લોકોને નોકરીમાંથી છૂટા કરતાં પહેલાં તેમને વર્ક ફ્રૉમ હોમ આપી દીધું હતું. આ છટણી પછી હજીયે અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોના ઘણા કર્મચારીઓને ગઈ કાલે ઘરેથી જ કામ કરવાનું કહ્યું હતું. થોડા સમય પહેલાં મેટામાં વિશ્વભરમાં થઈને ૭૮,૦૦૦ જેટલા કર્મચારીઓ હતા, જે તબક્કાવાર છટણીઓ પછી લગાતાર ઘટી રહ્યા છે.  મેટાના ચીફ પીપલ ઑફિસરે સર્ક્યુલેટ કરેલા ઇન્ટરનલ મેમો અનુસાર ૮૦૦૦ કર્મચારીઓને કાઢવા ઉપરાંત ૭૦૦૦ કર્મચારીઓને નવી AI-નેગેટિવ ટીમોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મોટા ભાગે મૅનેજર્સની પોસ્ટ ઘટાડવામાં આવી છે.

અમેરિકામાં H-1B વીઝાધારકો પર અલ્ટિમેટમ : ૬૦ દિવસમાં નવી નોકરી શોધો અથવા અમેરિકા છોડો 

અમેરિકાની મેટા, ઍમૅઝૉન અને ઑરૅકલ જેવી દિગ્ગજ ટેક કંપનીઓએ મોટા પાયે છટણી કરી એમાં સેંકડો ભારતીય ટેક પ્રોફેશનલ્સ પણ મુશ્કેલીમાં મુકાયા છે. નોકરી જવાને કારણે હવે H-1B વીઝાધારકો પાસે માત્ર ૬૦ દિવસનો સમય બચ્યો છે. આ દરમ્યાન કાં તો તેમણે નવી નોકરી શોધવાની રહેશે અથવા તો અમેરિકા છોડવું પડશે. 

international news world news mark zuckerberg united states of america meta whatsapp facebook instagram