એકસાથે ૧૪૦૦ ડૉલ્ફિનની કત્લેઆમથી ભારે આક્રોશ

16 September, 2021 10:48 AM IST  |  Copenhagen | Agency

નૉર્થ ઍટ્લાન્ટિકના ફેરો આઇલૅન્ડમાં શિકારીઓએ આ દુષ્ટ કૃત્ય કર્યાનું માનવામાં આવી રહ્યું છે

એકસાથે ૧૪૦૦ ડૉલ્ફિનની કત્લેઆમથી ભારે આક્રોશ

નૉર્થ ઍટ્લાન્ટિકના દ્વીપ સમૂહમાંના ફેરો આઇલૅન્ડમાં એક જ દિવસમાં ૧૪૦૦ કરતાં વધુ ડૉલ્ફિનની કતલ કરવા બદલ એક સ્વાયત્ત ડેનિશ પ્રદેશ ફેરો આઇલૅન્ડની સરકારે મંગળવારે લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો 
એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે સસ્તન પ્રાણીઓના શિકાર અને કતલથી અપરિચિત લોકો માટે આ એક નાટકીય દૃશ્ય છે એમાં સંદેહને કોઈ સ્થાન નથી. આવા શિકારીઓ સંગઠિત રીતે અને સંપૂર્ણ રીતે નિયંત્રિત રીતે કામ કરે છે, એમ તેઓએ જણાવ્યું હતું. 
પરંપરાગત રીતે ૫૦,૦૦૦ લોકોની વસ્તી ધરાવતા નૉર્થ આફ્રિકન દ્વીપમાં સામાન્ય રીતે પાયવલોટ વહેલનો શિકાર કરાય છે, ડૉલ્ફિનનો નહીં એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.  
એક સ્થાનિક પત્રકાર હલ્લૂર એ.વી. રાણાએ કહ્યું હતું કે સામાન્ય રીતે આટલી મોટી સંખ્યામાં કતલેઆમ નથી કરાતી. ગ્રીન્ડા ડ્રેપ એક એવી પદ્ધતિ છે જેમાં પહેલાં શિકારીઓ ફિશિંગ બોટથી અર્ધવર્તુળ બનાવી વહેલને ઘેરી લઈને કિનારા તરફ જવા મજબૂર કરીને પછી એમની કતલ કરે છે. આ ઘટના આતંકિત કરનારી આત્યંતિક ઘટના છે જેમાં તમામ ડૉલ્ફિનની કતલ કરવામાં સમય લાગે છે.

international news north atlantica copenhagen