પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને લઈને બંગલાદેશીઓ ભડક્યા

09 August, 2022 09:48 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ સ્વતંત્ર થયા બાદ ફ્યુઅલના ભાવમાં થયેલો આ સૌથી મોટો વધારો છે

રોષે ભરાયેલા વિરોધકર્તાઓ

શ્રીલંકાની વિનાશક કટોકટી પછી બંગલાદેશની શેખ હસીના સરકારે ફ્યુઅલના ભાવમાં બાવન ટકા વધારો કરતાં બંગલાદેશનાં અનેક શહેરોમાં વિરોધકર્તાઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. બંગલાદેશ સ્વતંત્ર થયા બાદ ફ્યુઅલના ભાવમાં થયેલો આ સૌથી મોટો વધારો છે.  

રોષે ભરાયેલા વિરોધકર્તાઓએ ફ્યુઅલ સ્ટેશનોને આગ ચાંપી હતી અને અણધાર્યા ભાવવધારાને પાછો ખેંચવાની માગણી કરી હતી. બંગલાદેશ સરકારે ફ્યુઅલના ભાવમાં વધારા પાછળ રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને જવાબદાર ગણાવ્યું હતું. રશિયાના યુક્રેન પર આક્રમણને પગલે ફ્યુઅલ તેમ જ અન્ય ચીજોના ભાવમાં વધારો થયો હતો.

બંગલાદેશે ફ્યુઅલની ​કિંમતમાં વધારો કરતાં દેશ પર સબસિડીનો બોજ ઓછો થવાની આશા સરકાર સેવી રહી છે. જોકે એને પગલે હાલમાં ૭ ટકાએ નોંધાયેલો ફુગાવો હજી ઊંચો જશે, જેની સીધી અસર સામાન્ય માનવીના ખિસ્સા પર પડશે. 

international news bangladesh