04 June, 2026 09:24 AM IST | Mexico | Gujarati Mid-day Correspondent
ડ્રગ્સની હેરાફેરી માટેની ભૂગર્ભ ટનલ અમેરિકાની સરહદ પરની એક ઑફિસમાંથી નીકળતી હતી. ટનલ મારફત હેરફેર થતો શંકાસ્પદ માલ જપ્ત થયો હતો.
મેક્સિકન અધિકારીઓએ અમેરિકા-મેક્સિકો સરહદ નજીક એક ભૂગર્ભ ટનલ શોધી કાઢી છે જે મેક્સિકન શહેર ટીઅવાનાને અમેરિકન શહેર સૅન ડિએગોની એક સ્ટ્રીટને જોડી શકે છે. આ ટનલ લાઇટિંગ, વેન્ટિલેશન અને ઇલેક્ટ્રૉનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી સજ્જ હતી. આ ટનલ આશરે ૨૬૫ મીટર (લગભગ ૮૭૦ ફુટ) લાંબી હતી. એ ભૂગર્ભમાં આશરે ૬.૩ મીટર (૨૧ ફુટ) ઊંડાઈએ હતી. આ ટનલનો ઉપયોગ હથિયારો, વિસ્ફોટકો અને ગેરકાયદે ડ્રગ્સના સંગ્રહ, લૉજિસ્ટિક્સ અને હેરફેર કેન્દ્ર તરીકે થતો હોવાની આશંકા છે. મેક્સિકો અને અમેરિકા વચ્ચે બન્ને દિશામાં વસ્તુઓની આપ-લે માટે રચાયેલી ઇલેક્ટ્રૉનિક સ્લાઇડિંગ મેકૅનિઝમ પણ એમાં સામેલ છે.
ટનલમાંથી દારૂગોળો, શંકાસ્પદ મેથામ્ફેટામાઇન, શંકાસ્પદ ગાંજો, સેલફોન અને વિવિધ દસ્તાવેજો મળી આવ્યાં હતાં. એમાંથી ૧૦૦૦ કિલો કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું.