G7 સમિટમાં ફ્રાન્સમાં નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાશે બેઠક

14 June, 2026 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાઇટ હાઉસ દ્વારા આ મુલાકાતની જાહેરાત કરવામાં આવી, જોકે ભારત દ્વારા હજી સુધી સત્તાવાર નિવેદન નહીં

નરેન્દ્ર મોદી, ડોનલ્ડ ટ્રમ્પ

આગામી સપ્તાહે ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મહત્ત્વની દ્વિપક્ષીય બેઠક યોજાશે. શનિવારે વાઇટ હાઉસના અધિકારીઓએ આની જાહેરાત કરી હતી. જોકે ભારતીય પક્ષ તરફથી હજી સુધી આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાના એક સપ્તાહના પ્રવાસે ગઈ કાલે રવાના થઈ ચૂક્યા છે. ફ્રાન્સના એવિયાન શહેરમાં ૧૬ અને ૧૭ જૂને આ વૈશ્વિક સમિટ યોજાશે. વાઇટ હાઉસના જણાવ્યા અનુસાર ટ્રમ્પ આ સમિટમાં નરેન્દ્ર મોદી મોદી ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કી ઉપરાંત અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે. અમેરિકા અને ઈરાન શાંતિકરારની ખૂબ નજીક હોવાની ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પ આ મંચ પર હોર્મુઝની ખાડીમાંથી માઇન્સ હટાવવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે ગંભીર ચર્ચા કરે એવી અપેક્ષા છે.

international news world news france united states of america donald trump narendra modi