14 March, 2026 12:36 PM IST | Turkey | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઈરાને ટર્કીમાં આવેલા અમેરિકાના ઇન્સિર્લિક ઍરબેઝ તરફ બે બૅલિસ્ટિક મિસાઇલ છોડ્યાં હતાં, જેને નાટો ઍર ડિફેન્સ દ્વારા અટકાવવામાં આવ્યાં હતાં. આ હુમલા પછી મુખ્ય નાટો ઍરબેઝ પર સાયરન સંભળાઈ હતી. આ ઍરબેઝ પર અંદાજિત ૫૦ અમેરિકન B 61 પરમાણુ બૉમ્બ હોવાનું કહેવાય છે.
ટર્કીના સંરક્ષણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે ‘ઈરાનથી ટર્કીના હવાઈ ક્ષેત્રમાં છોડવામાં આવેલી બૅલિસ્ટિક મિસાઇલને પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં તહેનાત નાટો હવાઈ અને મિસાઇલ સંરક્ષણ સંસાધનો દ્વારા નિષ્ક્રિય કરવામાં આવી હતી. મિસાઇલનો કાટમાળ દક્ષિણપૂર્વીય ગાઝિયનટેપ પ્રાંતમાં ખાલી જમીન પર પડ્યો હતો અને કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.’