નેપાલમાં બાલેન શાહે વડા પ્રધાન બનતાંની સાથે જ ભૂતપૂર્વ વડા પ્રધાનની ધરપકડ કરી

29 March, 2026 10:53 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

જેન-ઝી પ્રોટેસ્ટ દરમ્યાન તત્કાલીન વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના બેજવાબદારીભર્યા વલણને કારણે ૭૭ લોકોનાં મૃત્યુ થયાં હોવાનો આરોપ

ગઈ કાલે ધરપકડ પછી કે. પી. શર્મા ઓલીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાતા હતા ત્યારની તસવીર.

નેપાલમાં શનિવારે સવારે ભૂતપૂર્વ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે બાલેન શાહે વડા પ્રધાન તરીકે સોગંદ લીધા એના બીજા દિવસે આ કાર્યવાહી થઈ હતી. કેપી શર્મા પર આરોપ છે કે તેમણે ગયા વર્ષે થયેલા જેન-ઝી આંદોલન દરમ્યાન બેજવાબદારીભર્યું વલણ દાખવ્યું હોવાથી હિંસા થઈ હતી અને ૭૭ લોકોનાં મૃત્યુ માટે તેઓ જબવાદાર છે. પોલીસે તેમની કાઠમાંડુના તેમના ઘરેથી ધરપકડ કરી હતી. તેમની સાથે જ તત્કાલીન ગૃહપ્રધાન રમેશ લેખકની પણ ધરપકડ થઈ હતી. બાલેન શાહે ચૂંટણીપ્રચાર દરમ્યાન વચન આપ્યું હતું તેઓ જેન-ઝી આંદોલનમાં મૃત્યુ પામેલા લોકો માટે જવાબદાર લોકો પર કાર્યવાહી કરશે અને ભ્રષ્ટાચાર સામે સખત પગલાં લેશે. 

nepal kathmandu international news world news