24 September, 2026 05:08 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં મોટો વિવાદ, બે કંપનીઓ સામે દરદીઓએ કેસ નોંધાવ્યા વજન ઘટાડવાની અને ડાયાબિટીઝની પ્રચલિત દવાઓ ઓઝેમ્પિક, વેગોવી અને માઉન્જારો લેનારા દરદીઓમાં અંધાપાનો ખતરો સામે આવતાં અમેરિકામાં મોટો વિવાદ સર્જાયો છે. આ દવાઓના સેવનથી અચાનક અને કાયમી દૃષ્ટિ ગુમાવવાની ગંભીર બીમારી હોવાનો આક્ષેપ કરતાં અનેક દરદીઓએ દવા બનાવતી કંપનીઓ નોવો નૉર્ડિસ્ક અને એલી લિલી સામે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
ફરિયાદ કરનાર દરદીઓનો સીધો આરોપ છે કે દવાકંપનીઓ આ ખતરા વિશે જાણતી હતી છતાં તેમણે દરદીઓ અને તબીબોને કોઈ જ ચેતવણી આપી નહોતી.