તાનાશાહ કિમ જોંગ ઉનનો વિચિત્ર આદેશ : જીન્સ પહેરી, વિદેશી ફિલ્મો જોશો તો મૃત્યુદંડ

08 June, 2021 01:44 PM IST  |  Pyongyang | Agency

કિમ જોંગ ઉને એક વ્યક્તિને માત્ર એટલા માટે મૃત્યુદંડ ફટકાર્યો કે તે દક્ષિણ કોરિયન ફિલ્મ સાથે જોવા મળ્યો હતો.

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તાજેતરમાં જ એક નવો કાયદો લાગુ કર્યો છે. આ કાયદા અંતર્ગત ઉત્તર કોરિયામાં વિદેશી પ્રભાવને ઓછો કરવા માટે વિદેશી ફિલ્મો જોનારને, જીન્સ સહિતનાં કપડાં પહેરનારને અને અશિષ્ટ ભાષાનો ઉપયોગ કરનારને મૃત્યુની સજાથી લઈને જેલની સજા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. કિમ જોંગ ઉને એક વ્યક્તિને માત્ર એટલા માટે મૃત્યુદંડ ફટકાર્યો કે તે દક્ષિણ કોરિયન ફિલ્મ સાથે જોવા મળ્યો હતો.

યુન મિ સો નામની એક છોકરીએ કહ્યું છે કે તે સમયે ૧૧ વર્ષની હતી, જ્યારે ઉત્તર કોરિયન વ્યક્તિને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો. જો એ વિસ્તારની કોઈ વ્યક્તિ મૃત્યુની સજા ન જુએ તો તેના પર રાજદ્રોહ લાગી જાય છે. ઉત્તર કોરિયન ગાર્ડ સુનિશ્ચિત કરે છે કે તમામ લોકો ધ્યાનમાં રાખે કે અશ્લીલ વિડિયો પાઇરસીથી લાવવાથી મૃત્યુની સજા મળી શકે છે.

kim jong-un north korea international news pyongyang