30 October, 2025 07:57 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાછલા સમયમાં વિશ્વભરમાં યુવાનોમાં શરાબથી દૂર રહેવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ ટ્રેન્ડ ખાસ કરીને ૧૯૯૭થી ૨૦૨૧ની વચ્ચે જન્મેલા જેન-ઝીમાં નોંધાયો છે એવો ખુલાસો તાજેતરમાં બહાર પડેલા એક રિપોર્ટમાં થયો છે.
આ રિપોર્ટમાં બહાર આવેલી વિગતો પ્રમાણે કાયદેસર રીતે દારૂ પીવાની ઉંમર ધરાવતા ૩૬ ટકા યુવાનોએ ક્યારેય શરાબ પીધો નહોતો. આ પાછળનું સૌથી મોટું કારણ હેલ્થ-અવેરનેસ હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. ૮૭ ટકા યુવાનોએ કહ્યું હતું કે તેઓ શરાબથી દૂર રહે છે કારણ કે તેઓ ભવિષ્યમાં પોતાનું સ્વાસ્થ્ય જાળવવા અને ગંભીર બીમારીનું જોખમ ટાળવા માગે છે. ૩૦ ટકા યુવાનોએ કહ્યું હતું કે તેઓ પૈસા બચાવવા માટે શરાબથી દૂર રહે છે, જ્યારે ૨૫ ટકા યુવાનો સારી ઊંઘ મેળવવા માટે શરાબથી દૂર રહે છે.