મોજતબા ખામેનેઈની માહિતી આપનાર માટે ૯૨.૪૭ કરોડ રૂપિયાનું ઇનામ, અમેરિકામાં સ્થાયી થવાની તક

15 March, 2026 09:50 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

આ ઇનામની જાહેરાત ત્યારે કરવામાં આવી છે જ્યારે અમેરિકા અને ઇઝરાયલ ઈરાન સામે તેમના હવાઈ અભિયાનને વધુ તીવ્ર બનાવી રહ્યાં છે

મોજતબા ખામેનેઈ

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને પકડવા તરફ દોરી જતી માહિતી માટે અમેરિકાએ એક કરોડ ડૉલર (આશરે ૯૨.૪૭ કરોડ રૂપિયા)નું ઇનામ જાહેર કર્યું છે. મોજતબા તેમ જ ઈરાનના ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ના મુખ્ય નેતાઓને પકડવા તરફ દોરી જતી માહિતી માટે આ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. માહિતી આપનારાઓને સલામતી માટે સ્થાનાંતરણ સહાય અને અમેરિકામાં સ્થાયી થવાની તક મળશે. આ ઇનામની જાહેરાત ત્યારે કરવામાં આવી છે જ્યારે અમેરિકા અને ઇઝરાયલ ઈરાન સામે તેમના હવાઈ અભિયાનને વધુ તીવ્ર બનાવી રહ્યાં છે. આ યુદ્ધ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ્યું છે.

આ જાહેરાત યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટના રિવૉર્ડ્‍સ ફૉર જસ્ટિસ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવી હતી, જે ડિપ્લોમૅટિક સિક્યૉરિટી સર્વિસ દ્વારા સંચાલિત છે. આ ઇનામ એવા લોકો માટે છે જેઓ મોજતબા ખામેનેઈ અથવા IRGC સાથે સંકળાયેલા ટોચના અન્ય અધિકારીઓ વિશે નક્કર માહિતી પ્રદાન કરે છે.

international news world news united states of america washington iran russia middle east crisis