ઇરાકે કરેલા હુમલા બાદ સાઉદી અરેબિયાએ ૧૨૦૦ કિલોમીટર લાંબી ક્રૂડ તેલની પાઇપલાઇન બંધ કરી દીધી

13 September, 2026 09:28 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીઓ પછી ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે અને એ સમયે તેલના ભાવમાં ભારે ઘટાડો થશે.

પ્રતીકાત્મક તસવીર

ઇરાક દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઑઇલ નિકાસકાર સાઉદી અરેબિયાએ એની ૧૨૦૦ કિલોમીટર લાંબી મુખ્ય તેલ પાઇપલાઇન બંધ કરી દીધી છે. આ પાઇપલાઇન પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે અને એ હાલમાં યુદ્ધગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરવામાં મદદ કરે છે. એમાં રોજના ચાલીસથી પચાસ લાખ બૅરલ ક્રૂડની સપ્લાય કરવામાં આવે છે જે વૈશ્વિક એનર્જીના ચારથી પાંચ ટકા જેટલું થવા જાય છે. આ હુમલાથી ઈરાન સમર્થિત હુથી બળવાખોરોને રેડ સી વિસ્તારમાં કન્ટ્રોલ મળી ગયો છે. આ ઘટનાને પગલે ક્રૂડના વૈશ્વિક ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન બળતણના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. અમેરિકામાં ડીઝલનો છૂટક ભાવ પ્રથમ વખત પ્રતિ ગૅલન ૬ ડૉલરની વિક્રમી સપાટીને વટાવી ગયો છે.
પોતાના એક રિસૉર્ટમાં ગૉલ્ફ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આયરલૅન્ડની મુલાકાતે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આ મુદ્દે કહ્યું હતું કે આ હુમલા માટે સંભવિતપણે ઈરાન જવાબદાર છે. ૬ મહિના પહેલાં શરૂ કરાયેલું યુદ્ધ કદાચ નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીઓ પછી ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે અને એ સમયે તેલના ભાવમાં ભારે ઘટાડો થશે.

international news world news united states of america iraq saudi arabia