હોર્મુઝ સ્ટ્રેટ પરની નાકાબંધી હટાવવા સાઉદી અરેબિયાની અમેરિકાને વિનંતી, ઈરાન ફરીથી હુમલો કરે એવી ચેતવણી

15 April, 2026 12:44 PM IST  |  Saudi Arabia | Gujarati Mid-day Correspondent

સાઉદી અરેબિયાએ હોર્મુઝ સ્ટ્રેટ પરની નાકાબંધી હટાવવા અમેરિકાને વિનંતી કરી છે અને ચેતવણી આપી છે કે ઈરાન વળતો હુમલો કરી શકે છે.

હોર્મુઝની ખાડી

સાઉદી અરેબિયાએ હોર્મુઝ સ્ટ્રેટ પરની નાકાબંધી હટાવવા અમેરિકાને વિનંતી કરી છે અને ચેતવણી આપી છે કે ઈરાન વળતો હુમલો કરી શકે છે. એક અહેવાલ મુજબ સાઉદી અરેબિયાએ અમેરિકાને ઈરાન સાથે રાજદ્વારી વાટાઘાટો ફરી શરૂ કરવાની વિનંતી કરી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સાઉદી અરેબિયા ચિંતિત છે કે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પગલાથી ઈરાન તનાવ વધારી શકે છે અને અન્ય મુખ્ય દરિયાઈ માર્ગોને નિશાન બનાવી શકે છે.

ઈરાન સાથેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પે મહત્ત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી જાહેર કરી હતી ત્યારે સાઉદી અરેબિયા વૉશિંગ્ટન પર નાકાબંધી હટાવી દેવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા દબાણ કરી રહ્યું છે, કારણ કે ટ્રમ્પના હોર્મુઝને બંધ કરવાના પગલાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને અન્ય મહત્ત્વપૂર્ણ શિપિંગ માર્ગોમાં પણ અવરોધ ઊભો થઈ શકે છે. આરબ અધિકારીઓને ટાંકીને એક અહેવાલ આપવામાં આવ્યો છે કે સાઉદી અરેબિયાએ અમેરિકાને ચેતવણી આપી છે કે ઈરાન બાબ અલ-મંડેબ બંધ કરીને હોર્મુઝ બંધ કરવાનો બદલો લઈ શકે છે.

international news world news iran israel saudi arabia hormuz strait