અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિવાર્તાનો બીજો રાઉન્ડ શરૂ થવાના આસાર

15 April, 2026 12:41 PM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

વાઇટ હાઉસનું કહેવું છે કે સેકન્ડ રાઉન્ડની વાતચીત ચાલી રહી છે, વહેલામાં વહેલું આવતી કાલે રૂબરૂ મુલાકાત થઈ શકે; જોકે સ્થળ ઇસ્લામાબાદ અથવા જિનીવા કે અન્ય કોઈ હોઈ શકે છે

રૂબરૂ વાતચીતનો રાઉન્ડ ક્યાં અને ક્યારે થશે એ સત્તાવાર રીતે નક્કી નથી થયું.

મંગળવારે વાઇટ હાઉસના એક અધિકારીએ મીડિયાને કહ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જોકે રૂબરૂ વાતચીતનો રાઉન્ડ ક્યાં અને ક્યારે થશે એ સત્તાવાર રીતે નક્કી નથી થયું.

છ અઠવાડિયાંના ભીષણ યુદ્ધ પછી હાલમાં બે અઠવાડિયાંનો નાજુક યુદ્ધવિરામ ચાલી રહ્યો છે એ પૂરો થાય એ પહેલાં જ બન્ને દેશો શાંતિવાર્તા માટે બીજો પ્રયાસ કરવા તૈયાર છે. રૉઇટર્સ એજન્સીના ન્યુઝ મુજબ મંગળવારે પાકિસ્તાની અને ઈરાની અધિકારીઓએ વાતચીતના બીજા રાઉન્ડની પુષ્ટિ કરી હતી. જોકે સેકન્ડ રાઉન્ડની વાતચીત ઇસ્લામાબાદમાં થાય કે જિનીવામાં એ બાબતે હજી ખુલાસો થયો નથી. રૂબરૂ વાતચીતની શરૂઆત વહેલામાં વહેલી ગુરુવારે શરૂ થઈ શકે છે. 

international news world news united states of america iran israel middle east crisis