midday

સુનીતા વિલિયમ્સની ૮ દિવસની અંતરિક્ષ યાત્રા ૮ મહિના લંબાઈ ગઈ, છેક ફેબ્રુઆરીમાં પાછી આવી શકશે

09 August, 2024 12:48 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બન્ને અવકાશયાત્રીની પાછાં ફરવાની તારીખો સતત બદલાઈ રહી છે.
સુનીતા વિલિયમ્સ

સુનીતા વિલિયમ્સ

માત્ર ૮ દિવસ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)માં ગયેલાં અમેરિકાના નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ‍્મિનિસ્ટ્રેશન (NASA)નાં અંતરિક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મર હવે આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી પાછાં આવે એવી શક્યતા નથી. એટલે કે આ મિશન હજી ૮ મહિના લંબાઈ શકે છે. NASAના કહેવા પ્રમાણે બોઇંગ કંપનીનું સ્ટારલાઇનર યાન હજી પણ ખામીયુક્ત અને અસુરક્ષિત હોવાનું મનાઈ રહ્યું છે એટલે બન્નેને પાછાં લાવવા માટે વિકલ્પો પર કામ ચાલી રહ્યું છે. ૬ જૂને બન્ને સ્ટારલાઇનર અંતરિક્ષયાનમાં ISS ભણી રવાના થયાં હતાં, પરંતુ યાનમાં હીલિયમ-લીકેજની એક પછી એક બનેલી ઘટનાને કારણે પાછાં ફરવાનું સતત ઠેલાઈ રહ્યું છે. બન્ને અવકાશયાત્રીની પાછાં ફરવાની તારીખો સતત બદલાઈ રહી છે. સૌપ્રથમ ૧૪ જૂને પાછાં આવશે એવું NASAએ કહ્યું હતું, પરંતુ યાંત્રિક ખરાબીને કારણે બાવીસમી જૂને પાછાં આવશે એવું કહેવાયું હતું. એ પછી ૨૬ જૂનની નવી તારીખ આવી હતી. એ બધા વચ્ચે સ્પેસ સ્ટેશનમાં વધુ સમય સુધી રહેવાને કારણે સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મરને વિવિધ બીમારી લાગુ પડી હોવાની વાતો થઈ રહી છે.

Whatsapp-channel
international news world news nasa international space station life masala