સ્વિટ્ઝરલૅન્ડના બારમાં શૅમ્પેઇનની બૉટલને લગાવેલી ફૂલઝડીઓને કારણે લાગી હતી આગ

03 January, 2026 10:54 AM IST  |  Sierre | Gujarati Mid-day Correspondent

પાંચ ઘાયલો એ હદે દાઝી ગયા છે કે તેમની ઓળખ પણ નથી થઈ શકી

ફ્રાન્સના મીડિયાએ બહાર પાડેલી આ તસવીરમાં છુપાયું છે આગનું કારણ

થર્ટીફર્સ્ટની પાર્ટી વખતે સ્વિટ્ઝરલૅન્ડના ક્રાન્સ-મૉન્ટાનાના રિસૉર્ટમાં થયેલા બ્લાસ્ટનું કારણ આખરે ખબર પડી છે. સ્વિસ અધિકારીઓનું કહેવું છે કે એક ટીનેજર શૅમ્પેઇનની બૉટલો સાથે ફૂલઝડીઓ લગાવીને સેલિબ્રેટ કરી રહી હતી એ વખતે તે કોઈક અજાણી વ્યક્તિના ખભા પર બેઠી હતી. એને કારણે ફૂલઝડી લાકડાની સીલિંગની ખૂબ નજીક હતી. ફ્રેન્ચ ન્યુઝ આઉટલેટે બહાર પાડેલી એક તસવીરમાં આ ઘટના જોઈ શકાય છે. અધિકારીઓનું કહેવું છે કે ફૂલઝડીને કારણે સીલિંગમાં આગ લાગી જેને કારણે લાકડું સળગીને બ્લાસ્ટ થયો હતો.

આગમાં ૪૦ લોકો મૃત્યુ પામ્યા હતા અને કુલ ૧૧૫ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની સારવાર માટે ઇટલીથી ખાસ નિષ્ણાતો બોલાવવામાં આવ્યા છે. ‌ઘાયલોમાં મોટા ભાગે ટીનેજર્સ અને યંગસ્ટર્સ જ છે. ડૉક્ટરોનું કહેવું છે કે ઘાયલોમાંથી પાંચ વ્યક્તિઓ એટલી ગંભીર રીતે ઘાયલ થઈ છે કે તેમની ઓળખ હજી શક્ય નથી બની.

switzerland fire incident international news world news