સિડનીના શૂટર સાજિદ અકરમની ડેડ-બૉડી લેવાનો ઇનકાર કરી દીધો પત્નીએ

24 December, 2025 08:00 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

૧૪ ડિસેમ્બરે આતંકવાદી હુમલો કરનારા પિતા-પુત્ર સાજિદ અને નવીદ અકરમ પૈકી સાજિદને પોલીસે ઠાર કર્યો હતો

સાજિદ અકરમ

ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બૉન્ડી બીચ પર ગોળીબાર કરીને ૧૫ જણના જીવ લેનારા ૫૦ વર્ષના શૂટર સાજિદ અકરમની અલગ રહેતી પત્નીએ તેના મૃતદેહ સ્વીકારવાનો દાવો કરવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે સાજિદની દફનવિધિની જવાબદારી સરકારી અધિકારીઓ પર આવી પડી છે. કોઈ નિકટજન આગળ વધવા તૈયાર ન હોવાથી મામલો સરકાર પર આવી ગયો છે, જેના કારણે દફનવિધિની કાર્યવાહીમાં વધુ વિલંબ થયો છે.

૧૪ ડિસેમ્બરે આતંકવાદી હુમલો કરનારા પિતા-પુત્ર સાજિદ અને નવીદ અકરમ પૈકી સાજિદને પોલીસે ઠાર કર્યો હતો. નવીદ હાલમાં હૉસ્પિટલમાં પોલીસની દેખરેખમાં સારવાર હેઠળ છે. સાજિદ અકરમ ઓછામાં ઓછા છ મહિનાથી બેઘર હતો. તે આ સમયગાળા દરમ્યાન ઍરbnb હેઠળ તાત્પૂરતા રહેઠાણની વ્યવસ્થા કરતો હતો.

international news world news sydney Crime News murder case