અફઘાનના કંદહાર ઍરપોર્ટ પર તાલિબાનનો અચાનક જ રૉકેટ હુમલો : તમામ ફ્લાઇટો રદ

02 August, 2021 03:33 PM IST  |  Kabul | Gujarati Mid-day Correspondent

અફઘાનિસ્તાનથી અમેરિકી સેના પાછી ફર્યા બાદથી જ અફઘાન સેના અને તાલિબાન વચ્ચે સંઘર્ષ જારી છે

અફઘાનિસ્તાનના હેરાત પ્રાન્તમાં ગઈ કાલે યુનોની ઑફિસના કમ્પાઉન્ડમાં આતંકવાદીઓના સંભવિત હુમલાનો જવાબ આપવાની તૈયારી સાથે ઊભેલો સિક્યૉરિટી ગાર્ડ. અફઘાનમાં ભારે તંગ પરિસ્થિતિ છે. (તસવીરઃ એ.એફ.પી.)

અફઘાનિસ્તાનના કંદહાર ઍરપોર્ટ પર રૉકેટ હુમલો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તાલિબાને ઍરપોર્ટ પર ત્રણ રૉકેટ હુમલા કર્યા છે, જે બાદ તમામ ફ્લાઇટ રદ કરી દેવાઈ છે.

અફઘાનિસ્તાનથી અમેરિકી સેના પાછી ફર્યા બાદથી જ અફઘાન સેના અને તાલિબાન વચ્ચે સંઘર્ષ જારી છે. છેલ્લા કેટલાક દિવસથી તાલિબાને હુમલા વધારી દીધા છે.

તાલિબાન હવે બહુ ઝડપથી કંદહાર પર કબજો કરવાના પ્રયત્નમાં છે, જે હજી પણ ઘણી હદ સુધી અફઘાન સેનાના નિયંત્રણમાં છે.

કંદહારમાં માસૂમ લોકોને મારવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે લોકો પોતાના ઘર છોડીને રેફ્યુજી કૅમ્પમાં રહેવા માટે મજબૂર છે. સરકારના રેફ્યુજી કૅમ્પમાં ૧૧,૦૦૦થી વધારે પરિવાર રહે છે.

international news afghanistan