પીત્ઝાની ડિલિવરી કરવા બોલાવીને અમેરિકામાં તેલંગણના યુવાનની ગોળી મારીને હત્યા

08 June, 2026 10:58 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

અંશુલને શનિવારે રાત્રે ડિલિવરીની વિનંતી મળી હતી. તેને એક હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં ખાલી ઘરનું ઍડ્રેસ આપવામાં આવ્યું હતું

અંશુલ કુંચા

મૂળ તેલંગણના ૨૮ વર્ષના અંશુલ કુંચાની અમેરિકાના નૉર્થ ફિલાડેલ્ફિયામાં પીત્ઝા ડિલિવરી કરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પરિવારે આરોપ લગાવ્યો છે કે બનાવટી ઑર્ડર દ્વારા કરવામાં આવેલો આ આયોજિત હુમલો હતો. અંશુલ કુંચા લગભગ ૪ વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને એક મલ્ટિનૅશનલ કંપનીમાં નોકરી કરતો હતો. પોતાની આવક વધારવા માટે તે વીક-એન્ડમાં પીત્ઝા ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે પાર્ટ-ટાઇમ કામ કરતો હતો.

અંશુલને શનિવારે રાત્રે ડિલિવરીની વિનંતી મળી હતી. તેને એક હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં ખાલી ઘરનું અૅડ્રેસ આપવામાં આવ્યું હતું. તે ત્યાં પહોંચ્યો ત્યારે બે જણ તેની પાછળ-પાછળ આવ્યા હતા. અંશુલના માથામાં ત્રણ ગોળી મારવામાં આવી હતી અને તેને રોડ પર છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાએ અમેરિકા અને તેલંગણમાં તેલુગુ સમુદાયના સભ્યોમાં ચિંતા ફેલાવી છે. 

international news world news philadelphia united states of america Crime News mumbai crime news murder case telangana