કૅલિફૉર્નિયામાં ભયંકર દાવાનળ, હાઇવે બંધ

14 October, 2021 02:04 PM IST  |  Mumbai | Agency

ચાપરાલના ગાઢ જંગલમાં લાગેલી આગ તેજ હવાઓથી વધુ ઝડપે ફેલાઈ રહી હતી એમ જણાવતાં ફાયર અપડેટમાં જણાવાયું હતું. અમુક વિસ્તારોમાં વેગીલી હવા કલાકના ૭૦ માઇલ પ્રતિ કલાક (૧૧૩ કિલોમીટર)ની ઝડપે ફેલાઈ રહી હતી. 

કેલિફાર્નિયાની દિક્ષણમાં આવેલા ગોલેટા સહિતના વિસ્તારોમાં જંગલમાં લાગેલી આગ વધુ ને વધુ ભયાનક બનતી જાય છે. એ.એફ.પી.

દક્ષિણ કૅલિફોર્નિયામાં એક કરતાં વધુ દિવસથી લાગેલી આગે તીવ્ર પવનને કારણે મુખ્ય હાઇવે બંધ કર્યો હતો. જંગલની વધતી જતી આગને જોઈ મંગળવારે વિસ્તાર ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. 
લગભગ ૨૦૦ જેટલા ફાયરફાઇટર્સ દરિયાકાંઠાના સાન્તા બાર્બરા કાઉન્ટીના ૧૨.૫ ચોરસ માઇલ્સ (૩૧ ચોરસ કિલોમીટર) જેટલો વિસ્તાર આગમાં બળી ગયો હતો. પરિસ્થિતિ સદંતર કાબૂ બહાર ગઈ હતી. 
સોમવારે એક રિજ પર આગ ફાટી નીકળ્યા બાદ સમુદ્ર તરફ વિસ્ફોટ થયો હતો જેને પગલે યુએસ ૧૦૧ બંધ કરવાની ફરજ પડી હતી. યુએસ ૧૦૧ દરિયાકાંઠાના એ ભાગનો એકમાત્ર મુખ્ય ધોરીમાર્ગ છે. હળવા વસ્તીવાળા પ્રદેશના અનેક વિસ્તારોને ખાલી કરાવવાના આદેશ અને ચેતવણી આપવામાં આવી હતી.
ચાપરાલના ગાઢ જંગલમાં લાગેલી આગ તેજ હવાઓથી વધુ ઝડપે ફેલાઈ રહી હતી એમ જણાવતાં ફાયર અપડેટમાં જણાવાયું હતું. અમુક વિસ્તારોમાં વેગીલી હવા કલાકના ૭૦ માઇલ પ્રતિ કલાક (૧૧૩ કિલોમીટર)ની ઝડપે ફેલાઈ રહી હતી. 
ઉત્તરી કૅલિફોર્નિયામાં ફાયરફાયટર્સે આગ પર કાબૂ મેળવ્યો હતો જેમાં ૨૫ મોબાઇલ ઘરો, ૧૬ આરવી અને સેક્રામેન્ટો કાઉન્ટીના રાંચો મરિના આરવી પાર્કમાં એક પાર્ક બિલ્ડિંગનો નાશ થયો હતો.

international news world news california