03 January, 2025 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શમસુદ્દીન જબ્બાર
નવા વર્ષની પૂર્વસંધ્યાએ અમેરિકાના ન્યુ ઑર્લિયન્સમાં પાર્ટી કરતા લોકો પર પિક-અપ ટ્રક ચડાવી દઈને ૧૫ જણનો જીવ લેનારો ટેક્સસનો ૪૨ વર્ષનો શમસુદ્દીન જબ્બાર ઘણાં વર્ષો પહેલાં અમેરિકન આર્મીમાં કામ કરી ચૂક્યો હતો. પોલીસે તેને ઘટનાસ્થળે ઠાર કર્યો હતો. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન્સ (FBI)એ કહ્યું હતું કે ટ્રકમાંથી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો ધ્વજ મળી આવ્યો હતો. FBIને લાગે છે કે આ અટૅક પાછળ એકલો જબ્બાર નહોતો. શમસુદ્દીન જબ્બારના ભાઈ અબ્દુર જબ્બારે કહ્યું હતું કે તેઓ ક્રિશ્ચિયન તરીકે ઊછર્યા હતા અને પછી ઇસ્લામ અંગીકાર કર્યો હતો.
ન્યુ યૉર્કમાં નાઇટક્લબની બહાર અંધાધૂંધ ગોળીબાર, ૧૧ જણ થઈ ગયા ઘાયલ
ન્યુ યૉર્કના ક્વીન્સ વિસ્તારની એક નાઇટક્લબની બહાર બુધવારની રાત્રે કરવામાં આવેલા ગોળીબારમાં ૧૧ જણ જખમી થયા હતા. જોકે આ ઘટનામાં કોઈ ગંભીર રીતે ઘાયલ નહોતું થયું. ક્લબની બહાર ૧૬થી ૨૦ વર્ષના યંગસ્ટરો અંદર જવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ચાર જણે આવીને ગોળીબાર શરૂ કર્યો હતો. તેમણે ૩૦ રાઉન્ડ ફાયર કર્યા હતા.