OpenAIના CEOએ દુનિયાની સૌથી મોંઘી કાર ચલાવતાં ઇલૉન મસ્કે કર્યો સવાલ...

13 July, 2024 09:43 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ કાર ૨૦૧૫માં સ્વદેશ ઑટોમેકરે બનાવી હતી. આ કારનાં ફક્ત ૮૦ મૉડલ બનાવવામાં આવ્યાં હતાં અને બધાં વેચાઈ ગયાં હતાં.

દુનિયાની સૌથી મોંઘી હાઇપર કાર કોએનિંગ્સેગ રેગેરા

OpenAIના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સૅમ ઑલ્ટમૅન હાલમાં દુનિયાની સૌથી મોંઘી હાઇપર કાર ચલાવતા જોવા મળ્યા હતા. આ કારની કિંમત ૧૬ કરોડ રૂપિયા છે એથી ઇલૉન મસ્કને સવાલ થયો છે કે તે આટલા પૈસા ક્યાંથી લાવ્યો? કોએનિંગ્સેગ રેગેરા એક લિમિટેડ એડિશન કાર છે. આ કાર ૨૦૧૫માં સ્વદેશ ઑટોમેકરે બનાવી હતી. આ કારનાં ફક્ત ૮૦ મૉડલ બનાવવામાં આવ્યાં હતાં અને બધાં વેચાઈ ગયાં હતાં. આગળ જ્યારે લૉન્ચ કરવામાં આવી હતી ત્યારે એની કિંમત ૧.૯ મિલ્યન ડૉલર હતી. જોકે સેકન્ડહૅન્ડ કારની કિંમત એના કરતાં વધુ છે. આ કારને ખરીદવા માટે હવે ત્રણ મિલ્યન ડૉલર ચૂકવવા પડે છે. આ કારને જોઈને ઘણા લોકોને સવાલ થયો છે કે નૉન-પ્રૉફિટ કંપની OpenAIનો ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કેવી રીતે આટલી મોંઘી કાર ચલાવી શકે? આ સવાલને સમર્થન આપતાં ઇલૉન મસ્કે પણ કહ્યું હતું કે આ ખૂબ ઉત્તમ સવાલ છે. ઇલૉન મસ્ક અને સૅમ ઑલ્ટમૅન વચ્ચે છેલ્લા એક વર્ષથી આ રીતની તકરાર ચાલતી આવી છે. તેઓ જાહેરમાં એકબીજાને ઘણી વાર આ રીતે સવાલ કરતા રહે છે.

elon musk ai artificial intelligence twitter automobiles life masala international news washington