25 December, 2025 08:42 AM IST | Cambodia | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
થાઇલૅન્ડની સેનાએ કંબોડિયાની સીમાની ૪૦૦ મીટર અંદર બનેલી ભગવાન વિષ્ણુની ૩૦ ફુટ ઊંચી મૂર્તિને તોડી નાખી હતી. સોશ્યલ મીડિયામાં શૅર કરેલા વિડિયોમાં થાઇસેનાના એન્જિનિયર્સ એક બુલડોઝરથી ભગવાન વિષ્ણુની મોટી મૂર્તિ પાડતા જોવા મળે છે. આ ઘટના બાવીસ ડિસેમ્બરે બની હતી. આ તોડફોડ ધાર્મિક દુશ્મનીને કારણે નહીં, પરંતુ ક્ષેત્રીય દાવાઓને કારણે થઈ હતી.
૨૦૧૩માં આ મૂર્તિ કંબોડિયાની સેનાએ એ જમીન પર લગાવી હતી જેને થાઇલૅન્ડ પોતાનો વિસ્તાર માનતું હતું. આ વિસ્તારમાં એક કસીનો પણ હતો. થાઇસેનાએ આ જમીન પર કબજો મેળવવા માટે મૂર્તિને નષ્ટ કરી હતી અને એ વિસ્તાર પર ફરી નિયંત્રણ મેળવી લીધું હોવાનો દાવો કર્યો હતો.
મૂર્તિ તોડવાની ઘટના પર ભારતે ચિંતા જતાવી હતી અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે ‘મંગળવારે ધાર્મિક પ્રતીકોનું અપમાન કરવામાં આવ્યું. એ દુનિયાભરના શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે. જમીનની લડાઈમાં આવું ન થવું જોઈએ.’