એલેક બૉલ્ડવિનથી ફિલ્મના શૂટિંગમાં ખરેખરું શૂટિંગ થયું

23 October, 2021 11:33 AM IST  |  Mexico | Agency

એક ક્રૂ-મેમ્બરનો હૉલીવુડની ઘટનામાં જીવ ગયો : પ્રૉપ માટેની ગનમાં અસલી બુલેટ્સ હતી

એલેક બૉલ્ડવિનથી ફિલ્મના શૂટિંગમાં ખરેખરું શૂટિંગ થયું

મેક્સિકોના સૅન્ટા ફે શહેરમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટઅપ પર હૉલીવુડ ઍક્ટર એલેક બૉલ્ડવિન દ્વારા અકસ્માતે બંદૂક ફાયર થઈ જતાં એક ક્રૂ-મેમ્બરનું મૃત્યુ થયું હતું, જ્યારે ડાયરેક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે વરિષ્ઠ સૅન્ટા ફે શહેરમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે અદાકાર એલેક બાલ્ડવિન દ્વારા અકસ્માતે બંદૂક ફાયર થઈ ગઈ હતી જેના કારણે ૪૨ વર્ષનાં ફોટોગ્રાફી ડાયરેક્ટર હેલિના હચીન્સનું મૃત્યુ થયું હતું. જ્યારે ૪૮ વર્ષના ડાયરેક્ટર જોય્લ સોઝાને ગોળી વાગતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા અને હૉલીવુડ શોકમગ્ન બન્યું હતું. જેમનાથી અકસ્માતે ગોળી ચલાવાઈ હતી એ ૬૮ વર્ષના સિનિયર ઍક્ટર એલેક બૉલ્ડવિન શેરિફના ઘર પાસે રડતા જોવા મળ્યા હતા, પણ તેમના તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પણ તેમના પ્રવક્તા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે સેટ પર સરતચૂકમાં થયેલા ગોળીબારથી અકસ્માત સર્જાયો છે.

international news mexico