News In Short : માસ્ક હૈ તો જાન હૈ...

23 October, 2021 11:30 AM IST  |  New Delhi | Agency

આ મહિલાએ જોકે માસ્ક પહેર્યો છે પણ ​કીવમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે અને યુક્રેનમાં કોરોનાને લીધા થતા મરણનો આંક અત્યારે સૌથી વધારે છે અને અહીં વૅક્સિનેશન પણ બહુ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

News In Short : માસ્ક હૈ તો જાન હૈ...

આવો કોઈ જ સંદેશ યુક્રેનના કિવમાંની એક કૅફેની બહાર ગોઠવવામાં આવેલી બેન્ચ પર મૂકવામાં આવેલા હાડપિંજર આપતા હોય એવું લાગે છે. આ મહિલાએ જોકે માસ્ક પહેર્યો છે પણ ​કીવમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે અને યુક્રેનમાં કોરોનાને લીધા થતા મરણનો આંક અત્યારે સૌથી વધારે છે અને અહીં વૅક્સિનેશન પણ બહુ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.  એ.પી./પી.ટી.આઈ.

એફએટીએફના ગ્રે લિસ્ટમાં તૂર્કીનો સમાવેશ : પાકિસ્તાનને વધુ એક ઝટકો

કાશ્મીરમાં કાર્યરત આતંકવાદીઓને આશ્રય આપી રહેલા પાકિસ્તાનને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) એ વૈશ્વિક નાણાકીય નિરીક્ષણ સંસ્થાએ બેવડો ફટકો માર્યો છે. એફએટીએફે પાકિસ્તાનને માત્ર ગ્રે લિસ્ટમાં જ રાખ્યું નથી, પરંતુ તેના માર્ગદર્શક તૂર્કીને પણ આતંકવાદીઓને આશ્રય આપવા માટે ગ્રે લિસ્ટમાં મૂકી દીધુ છે.  અગાઉ, પાકિસ્તાન તુર્કીની મદદથી બ્લેક લિસ્ટમાં આવવાનું વારંવાર ટાળી રહ્યું હતું અને હવે તૂર્કી ખુદ એફએટીએફના સકંજામાં આવી ગયું છે.  પાકિસ્તાન અને તૂર્કી સામેની આ કાર્યવાહીથી આતંકવાદી હુમલા સામે લડી રહેલા ભારતને મોટી સફળતા મળી છે. એફએટીએફએ પાકિસ્તાનના આરોપને નકારી દીધો છે કે પાકિસ્તાન સતત દાવો કરે છે કે ભારતના દબાણમાં આવીને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખી દેવાયું છે.  

પીઓકેમાં પાકિસ્તાન વિરોધી ઉગ્ર દેખાવો

પીઓકેના પ્રદેશમાં ૧૯૪૭ની ૨૨ ઓક્ટોબરે પાકિસ્તાનની ઘૂસણખોરીને વખોડતાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારે વિરોધ અને કેન્ડલ લાઇટ પ્રદર્શન યોજાઈ રહ્યાં છે. મુઝફ્ફરાબાદ શહેરમાં ૭૫ વર્ષ પહેલાં જમ્મુ અને કાશ્મીર પર કરવામાં આવેલા આદિવાસી અને લશ્કરી હુમલા સામે વિરોધ પ્રદર્શિત કરવા યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (યુકેપીએનપી) દ્વારા વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પીઓકેમાં વિરોધકર્તાઓએ પાકિસ્તાની લશ્કર અને અન્ય વહીવટીકર્તાઓના અધિગ્રહિત કરાયેલા વિસ્તારને છોડી જવાની માગણી સાથે સ્વતંત્રતા તરફી સૂત્રો પોકારવામાં આવ્યા હતાં. 

દેશભરમાં કમ્યુનિટી કિચન : સુપ્રીમ કોર્ટ અરજી સાંભળશે

ભૂખમરા અને કુપોષણ સામેની લડાઈમાં દેશભરમાં કમ્યુનિટી કિચનની સ્થાપના કરવાની યોજના પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપવાની અરજીની તાત્કાલિક સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ હતી. ચીફ જસ્ટિસ એન. વી. રમન્ના અને જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બેન્ચને વકીલ અશીમા મંડલાએ વિનંતી કરી હતી કે દેશમાં કોવિડ-19ના પ્રસાર વચ્ચે કમ્યુનિટી કિચન વધુ મહત્ત્વનું બન્યું છે.પીઆઇએલની સુનાવણી માટે ૨૭ ઑક્ટોબરની તારીખ ઠરાવતાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ કહ્યું હતું કે ‘હું એ બેન્ચનું નેતૃત્વ કરી રહ્યો હતો જેણે તેના કમ્યુનિટી કિચન પર નોટિસ ઇશ્યુ કરી હતી.’ 

આર્મીના ટોચના અધિકારીઓની મીટિંગ

પાકિસ્તાન અને ચીન તરફથી સરહદ પરની ગતિવિધિઓમાં વધારો થયો છે, એવા સમયે ભારતીય સેનાના ટોચના અધિકારીઓની સોમવારે કમાન્ડર્સની કૉન્ફરન્સ યોજાઈ રહી છે, જેમાં સીમા સુરક્ષાની સ્થિતિનો સામનો કરવાની રીત પર ચર્ચા કરવામાં આવશે. આ મીટિંગ એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે પાકિસ્તાનનું લશ્કર અવારનવાર યુદ્ધવિરામનો ભંગ કરીને આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આમ સરહદની સ્થિતિને જોતા સોમવારની આ બેઠક જ ખૂબ જ મહત્ત્વની સાબિત થશે.

ukraine international news