FBIએ ટ્રમ્પના માર-એ-લાગો ફ્લોરિડાવાળા નિવાસસ્થાને પાડ્યો દરોડા, તિજોરી તોડી

09 August, 2022 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ આપણા દેશ માટે ખરાબ સમય છે કારણકે ફ્લોરિડાના પામ બીચમાં માર-એ-લાગોના મારા સુંદર ઘરે એફબીઆઇ એજન્ટના એક મોટા સમૂહે ઘેરાબંધી કરી, દરોડા પાડ્યા અને તેને તાબે લીધો છે.

ફાઈલ તસવીર

સંઘીય તપાસ બ્યૂરો (FBI)એ અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. ટ્રમ્પે આ માહિતી આપતા જણાવ્યું કે, એફબીઆઇના એજન્ટે તેની તિજોરી તોડી દીધી છે.

તેમણે કહ્યું કે આવો `હુમલા` માત્ર ગરીબ તેમજ વિકાસશીલ દેશોમાં થાય છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ એક નિવેદન જાહેર કરતા કહ્યું કે ફ્લોરિડાના તેના ઘરમાં શોધખોળ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, "આ આપણા દેશ માટે ખરાબ સમય છે કારણકે ફ્લોરિડાના પામ બીચમાં માર-એ-લાગોના મારા સુંદર ઘરે એફબીઆઇ એજન્ટના એક મોટા સમૂહે ઘેરાબંધી કરી, દરોડા પાડ્યા અને તેને તાબે લીધો છે. અમેરિકાના કોઈપણ રાષ્ટ્રપતિ સાથે પહેલા આવું ક્યારેય નથી થયું."

તેમણે કહ્યું, "સંબંધિત સરકારી એજન્સીઓ સાથે સંપૂર્ણ સહયોગ કર્યા છતાં, મારા ઘરે જણાવ્યા વગર દરોડા પાડવા યોગ્ય નથી."

હકિકતે, અમેરિકાનું ન્યાય મંત્રાલય આ વાતની શોધ કરે છે કે શું ટ્રમ્પે 2020માં વ્હાઈટ હાઉસ છોડ્યા પછી પોતાના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાને ગોપનીય રેકૉર્ડ્સ છુપાવ્યા છે.

ટ્રમ્પે કહ્યું, "તેમણે મારી તિજોરી સુદ્ધા તોડી નાખી. આમાં અવે વૉટરગેટમાં શું ફરક હોય છે..."

એફબીઆઇએ ટ્રમ્પના ઘરે એવા સમયે દરોડા પાડ્યા છે જ્યારે તે 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાની દાવેદારી રજૂ કરવાની તૈયારીમાં છે.

ટ્રમ્પે આરોપ મૂક્યો છે કે આવો હુમલો માત્ર ત્રીજા વિશ્વ એટલે કે ગરીબ અને વિકાસશીલ દેશોમાં જ થઈ શકે છે. તેમણે કહ્યું કે, "દુઃખદ રૂપે અમેરિકા તે દેશોમાંનો એક બની ગયો છે, પહેલા આ સ્તરે કદાચાર જોવામાં આવ્યો નથી."

તેમણે આરોપ મૂક્યો છે કે આ રાજનૈતિક રીતે નિશાનો બનાવવાની કાર્યવાહી છે. તેમણે કહ્યું કે, "હું અમેરિકન લોકો માટે લડાઈ લડતો રહીશ."

નોંધનીય છે કે ટ્રમ્પ અમેરિકન સંસદ ભવન પર છ જાન્યુઆરી 2021ના હુમલો કરનારી ભીડને કહેવાતી રીતે ભડકાવવાના અન્ય એક કેસમાં પણ તપાસનો સામનો કરી રહ્યા છે.

international news donald trump