ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં

10 September, 2021 02:13 PM IST  |  America | Agency

નાનાલાલ કવિની પેલી કવિતા યાદ છેને! ‘ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં... એ મારી છાબડીમાં માય નહીં.’ નાસાની નવી શોધનું કંઈક આવું જ કહી શકાય. એણે વાઇટ ડ્વાર્ફ સ્ટાર્સની જે તસવીરો અપલોડ કરી છે એ અવિસ્મરણીય છે.

ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં

અમેરિકાની અવકાશ વિજ્ઞાન સંબંધિત સ્વતંત્ર સંસ્થા નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન)એ ઇન્સ્ટાગ્રામ-પેજ પર તાજેતરની એક શોધ વિશેની અદ્ભુત માહિતી આપી છે જે અવકાશશાસ્ત્રીઓ અને અવકાશપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી રહી છે. આ શોધ છે અસંખ્ય સફેદ ટચૂકડા તારાઓની.
નાનાલાલ કવિની પેલી કવિતા યાદ છેને! ‘ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં... એ મારી છાબડીમાં માય નહીં.’ નાસાની નવી શોધનું કંઈક આવું જ કહી શકાય. એણે વાઇટ ડ્વાર્ફ સ્ટાર્સની જે તસવીરો અપલોડ કરી છે એ અવિસ્મરણીય છે. એ જણાવે છે કે ‘હબલનો નવો પુરાવો બતાવે છે કે સફેદ ટચૂકડા તારાઓ પોતાના અસ્તિત્વના આખરી તબક્કાઓમાં હાઇડ્રોજનને બાળવાનું ચાલુ રાખી શકે છે. એને કારણે આ સફેદ સ્ટાર્સ વાસ્તવમાં જેટલા નાના (યુવાન) છે એના કરતાં અનેકગણા વધુ નાના લાગે છે. નાસાની આ શોધ ક્રાન્તિકારી નીવડી શકે. ખગોળશાસ્ત્રીઓ સિતારાઓના સમૂહ (ક્લસ્ટર)ની વય જે રીતે માપતા હોય છે આ રીત-પદ્ધતિને આ નવી શોધ બદલી શકે એમ છે. આ સ્ટાર ક્લસ્ટર્સમાં કેટલાક તારા એવા છે જે બ્રહ્માંડમાં સૌથી જૂના છે.

international news nasa united states of america offbeat news