બંગલાદેશના રાષ્ટ્રપતિએ શેખ હસીના સાથે વાત કરવાના ચક્કરમાં રાજીનામું આપવું પડ્યું

25 July, 2026 08:14 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

બંગલાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે

બંગલાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન

બંગલાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારત સ્થિત ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સાથે કથિત રીતે ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ સામે આવ્યા બાદ ઊભા થયેલા રાજકીય વિવાદ વચ્ચે તેમણે આ આકરો નિર્ણય લીધો હતો. મે ૨૦૨૬માં લંડનમાં સારવાર દરમ્યાન રાષ્ટ્રપતિ શહાબુદ્દીને શેખ હસીના સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વર્તમાન શાસક પક્ષ બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)એ એને ગુપ્ત સાઠગાંઠ ગણાવીને રાષ્ટ્રપતિપદ છોડવા માટે ભારે દબાણ બનાવ્યું હતું. 

international news world news bangladesh sheikh hasina