16 November, 2026 10:19 AM IST | Ukraine | Gujarati Mid-day Correspondent
વોલોદીમિર ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે અમેરિકાએ યુક્રેનને નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO)નું સભ્યપદ આપવાના બદલામાં ડોનબાસ વિસ્તાર રશિયાને સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અબુ ધાબીમાં રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે થયેલી શાંતિ મંત્રણા દરમ્યાન આ પ્રસ્તાવ રજૂ થયો હતો. જોકે ઝેલેન્સ્કીએ સ્પષ્ટતા કરી કે યુક્રેન પોતાની જમીન રશિયાને નહીં સોંપે. ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ અમેરિકા અને NATOના સાથી દેશો યુક્રેનને સુરક્ષાની પાકી ગૅરન્ટી આપે તો તે આ પ્રસ્તાવ પર જનમત લઈ શકે છે. આટલો મોટો નિર્ણય તે એકલા લઈ શકે નહીં.
અબુ ધાબીની બેઠકમાં અમેરિકાના વિશેષ દૂત જેરેડ કુશનર અને સ્ટીવ વિટકૉફ પણ સામેલ હતા. કોઈ મોટા કરાર વગર પૂરી થયેલી મંત્રણામાં ૧૦૦૦થી વધુ કેદીઓની અદલાબદલી પર સહમતિ સધાઈ હતી.