06 January, 2026 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રમ્પ અને મસ્ક
જૂન ૨૦૨૫માં ડોનલ્ડ ટ્રમ્પ સાથે જાહેરમાં બાખડ્યા પછી અને છેલ્લા થોડાક મહિનાઓથી તેમની સાથેની કટ્ટી પછી ટેસ્લાના બૉસ ઈલૉન મસ્કને અમેરિકન પ્રેસિડન્ટ સાથે ફરી બટ્ટી કરવામાં શાણપણ લાગ્યું છે. મસ્કે હાલમાં જ ટ્રમ્પના ફ્લૉરિડામાં આવેલા ઘરમાં તેમની અને ફર્સ્ટ લેડી મેલૅનિયા ટ્રમ્પ સાથે ડિનર કર્યું હતું અને એની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું કે ૨૦૨૬નું વર્ષ અદ્ભુત રહેવાનું છે. ટ્રમ્પે વેનેઝુએલાના પ્રેસિડન્ટને બંદી બનાવી લીધા એ બદલ પણ મસ્કે તેમને અભિનંદન આપ્યાં હતાં. લાગે છે કે ટ્રમ્પ અને મસ્કનો બ્રોમૅન્સ પાછો સોળે કળાએ ખીલવાનો છે.