ટ્રમ્પે ફરી આપ્યું અલ્ટિમેટમ : ૪૮ કલાકમાં ડીલ કરી લો, નહીં તો ઈરાનને નરક બનાવી દઈશું

05 April, 2026 07:32 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

મિડલ ઈસ્ટ યુદ્ધને હવે પાંચ અઠવાડિયાં પૂરાં થવા જઈ રહ્યાં છે એને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા હલી ગઈ છે.

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે શનિવારે તેમણે ઈરાનને આપેલી ૧૦ દિવસની મહેતલ યાદ દેવડાવી હતી. તેમણે ૨૬ માર્ચે અલ્ટિમેટમ આપ્યું હતું કે ૧૦ દિવસમાં ડીલ કરીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દો. આ ચેતવણી પૂરી થવાને હવે માત્ર ૪૮ કલાક જ બચ્યા છે ત્યારે ગઈ કાલે ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘યાદ છે જ્યારે મેં ઈરાનને ડીલ કરવા અથવા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ૧૦ દિવસ આપ્યા હતા? સમય ખૂબ ઝડપથી નીકળી રહ્યો છે. ૪૮ કલાક પછી તેમના પર નરક તૂટી પડશે.’

મિડલ ઈસ્ટ યુદ્ધને હવે પાંચ અઠવાડિયાં પૂરાં થવા જઈ રહ્યાં છે એને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા હલી ગઈ છે. હવે ટ્રમ્પે મીડિયાને સંબોધનમાં પણ કહ્યું હતું કે ‘જો ૪૮ કલાકમાં ઈરાન સમાધાન માટે તૈયાર નહીં થાય કે પછી હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના આવાગમન પર અવરોધ દૂર નહીં કરે તો એનું પરિણામ ખૂબ ખરાબ આવશે.’

international news world news donald trump middle east crisis hormuz strait iran israel