09 January, 2026 09:25 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડ્રગ-તસ્કરો ગુરપ્રીત સિંહ અને જસવીર સિંહ.
અમેરિકાના ઇન્ડિયાનામાં ભારે માત્રામાં નશીલા પદાર્થોની તસ્કરીનો કેસ ખુલ્લો પડ્યો છે. ભારતીય મૂળના બે ટ્રક-ડ્રાઇવરો પાસેથી અમેરિકાના હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગને ૧૪૦ કિલો કોકેન મળ્યું છે. એક રૂટીન ચેક દરમ્યાન આ બન્ને ટ્રક-ડ્રાઇવરો પકડાયા હતા. તપાસ દરમ્યાન સેમી ટ્રકની સ્લીપર બર્થમાં છુપાવી રાખેલો કોકેનનો મોટો જથ્થો મળ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે આ કોકેન એટલી મોટી માત્રામાં છે જેનાથી ૧.૧૩ લાખથી વધુ લોકોનો જીવ લેવાઈ જાય.
પકડાયેલા બન્ને આરોપીઓ ભારતના નાગરિક છે. એક છે ૨૫ વર્ષનો ગુરપ્રીત સિંહ, જેણે ૨૦૨૩માં ઍરિઝૉનાના રસ્તે અમેરિકામાં ગેરકાનૂની રીતે પ્રવેશ મેળવ્યો હતો. બીજો આરોપી ૩૦ વર્ષનો જસવીર સિંહ છે. બન્ને પાસે કૅલિફૉર્નિયા રાજ્ય દ્વારા અપાયેલાં કમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ હતાં. આ મામલે રાજનીતિક તૂલ પકડ્યું છે.