✕

પૅરૅગ્વાયમાં દેશની અડધોઅડધ વસ્તીનાં અકાઉન્ટ ધરાવતી બૅન્ક ઊઠી ગઈ, પ્રેસિડન્ટનું રાજીનામું

07 November, 2026 10:21 AM IST  |  Paraguay | Gujarati Mid-day Correspondent

જોકે તેમણે દાવો કર્યો છે કે તેમણે પોતાનો હિસ્સો વેચી દીધો હતો. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સાઉથ અમેરિકાના દેશ પૅરૅગ્વાયમાં Ueno નામની ડિજિટલ બૅન્કનું અચાનક પતન થતાં જંગી કટોકટી સર્જાઈ છે. આ નાણાકીય કટોકટી અને લોકોના રોષને કારણે દેશના રાષ્ટ્રપતિ સૅન્ટિએગો પેનાએ ગુરુવારે પાંચમી નવેમ્બરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
મહાભિયોગની કાર્યવાહી શરૂ થાય એ પહેલાં જ રાષ્ટ્રપતિની પોતાની કન્ઝર્વેટિવ કોલોરાડો પાર્ટીએ તેમને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. ૬૫ લાખની વસ્તી ધરાવતા આ દેશમાં ૩૦ લાખથી વધુ લોકો એ બૅન્કમાં અકાઉન્ટ ધરાવે છે. બૅન્કના પતનથી એ તમામ ગ્રાહકોનાં અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયાં છે. વિપક્ષનો આરોપ છે કે રાષ્ટ્રપતિએ બૅન્કને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બૅન્કે રાજ્યની સંસ્થાઓના ફન્ડ અને પેન્શનનાં નાણાં સહિત આશરે ૮૦૭૫ કરોડ રૂપિયા (૮૫ કરોડ ડૉલર)નું સંચાલન કર્યું હતું.
રાષ્ટ્રપતિ સૅન્ટિએગો પેના ભૂતકાળમાં વાસ્ક્વેઝ બિઝનેસ ગ્રુપ સાથે જોડાયેલા હતા, જે માર્ચ ૨૦૨૫ સુધી બૅન્કની માલિકી ધરાવતું હતું. જોકે તેમણે દાવો કર્યો છે કે તેમણે પોતાનો હિસ્સો વેચી દીધો હતો. 

south america finance news international news united states of america washington