૩૦ દિવસના યુદ્ધવિરામ માટે યુક્રેન થઈ ગયું તૈયાર

11 May, 2025 09:23 AM IST  |  Ukraine | Gujarati Mid-day Correspondent

રશિયા સાથે ચાલી રહેલું યુદ્ધ પૂર્ણ થવાનાં એંધાણ

પ્રતીકાત્મક તસવીર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સમાપ્ત થશે એવાં એંધાણ જોવા મળી રહ્યાં છે. યુક્રેન અને એના સહયોગી વીસ દિવસના પૂર્ણ અને કોઈ પણ શરત વગર ૩૦ દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયા છે. યુક્રેનના વિદેશપ્રધાન આન્દ્રેઇ સિબિહાએ ગઈ કાલે કહ્યું હતું કે સોમવારથી યુદ્ધવિરામ શરૂ થશે; યુક્રેન ઓછામાં ઓછા ૩૦ દિવસ માટે રશિયા સાથે પૂર્ણ, વગર શરતે યુદ્ધવિરામ માટે તૈયાર છે. શનિવારે ચાર દેશ ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને પોલૅન્ડના નેતાઓએ યુક્રેન પહોંચીને રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન ચારેય દેશના નેતાઓ યુક્રેનને સમર્થન આપવા માટે તૈયાર થયા હતા.

યુક્રેને યુદ્ધવિરામની જાહેરાત કરી એ પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિક્ટરી ડે પરેડના કાર્યક્રમ દરમ્યાન એકતરફી ૭૨ કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

international news world news ukraine russia