13 June, 2024 03:14 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
વૉરન બફેટ
અબજોપતિ અને અમેરિકાના સૌથી મોટા ઇન્વેસ્ટર વૉરન બફેટ અવારનવાર ટિપ્સ આપતા રહેતા હોય છે કે શૅરમાર્કેટમાં રોકાણ કઈ રીતે કરવું. જોકે પૈસા કમાવા માટે રોકાણ કરવા ઉપરાંત પણ બીજી એક ચીજની જરૂર હોય છે એવું તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. તેમણે કમ્યુનિકેશન કરતા શીખવા પર ભાર મૂકતા એ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું વીસીમાં હતો ત્યાં સુધી જાહેરમાં કંઈક બોલવાનું હોય એ વિચાર પણ મને ધ્રુજાવી દેતો હતો. કૉલેજમાં હું એવાં જ કામ લેતો જેમાં મારે ક્લાસમાં ઊભા થઈને કંઈ બોલવાનું ન આવે. જો ઊભું થવું જ પડે તો હું માંડ મારું નામ બોલી શકતો. એ પછી મેં પબ્લિક સ્પીકિંગના એક કૉર્સમાં નામ નોંધાવ્યું. ૧૦૦ ડૉલરના એ કોર્સમાં જાહેરમાં મારી વાત રજૂ કરવાનો મારો ડર દૂર થયો જેણે મારી લાઇફ ચેન્જ કરી દીધી. હું માનું છું કે પૈસા કમાવા હોય અને સફળ થવું હોય તો પ્રૉપર કમ્યુનિકેશન સ્કિલ્સ શીખવી જરૂરી છે.’