અમેરિકાનું દેવું ૩૭.૯૪ લાખ કરોડ રૂપિયાના રેકૉર્ડ સ્તરે પહોંચ્યું, રોજ ૨૬,૯૬૨ કરોડ રૂપિયાના વ્યાજની ચુકવણી

15 July, 2026 07:31 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકા હવે દરરોજ ૨૬,૯૬૨ કરોડ રૂપિયાથી વધુ વ્યાજની ચુકવણી કરે છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાનું ફેડરલ દેવું ૩૭.૯૪ લાખ કરોડ રૂપિયાના રેકૉર્ડ સ્તરે પહોંચ્યું છે, જે છેલ્લા એક વર્ષમાં ૩૦૮ લાખ કરોડ રૂપિયાનો વધારો દર્શાવે છે. વૃદ્ધોની વસ્તીમાં વધારો અને એના કારણે આરોગ્યસંભાળના ખર્ચમાં વધારો થયો છે. ઊંચા વ્યાજદર અને અપૂરતી ટૅક્સ-આવકને કારણે આ ખાધ વધી રહી છે. અમેરિકા હવે દરરોજ ૨૬,૯૬૨ કરોડ રૂપિયાથી વધુ વ્યાજની ચુકવણી કરે છે, જે આગામી એક દાયકામાં બમણું થવાની ધારણા છે.

અમેરિકામાં બેબી-બૂમ પેઢી હવે નિવૃત્ત થઈ રહી છે અને 2030 સુધીમાં દરરોજ 10,000 લોકો 65 વર્ષના થશે. આ લોકો સરેરાશ લાંબું જીવશે એવી અપેક્ષા છે, પરંતુ એનો અર્થ એ છે કે અમેરિકાએ તેમના માટે વધારે રૂપિયા ખર્ચ કરવા પડશે. તેમની આરોગ્યસંભાળ પાછળના ખર્ચમાં વધારો થશે.

અમેરિકાની ટૅક્સ-સિસ્ટમ ખર્ચને આવરી લેવા માટે પૂરતી આવક ઉત્પન્ન કરતી નથી. આવક અને ખર્ચ વચ્ચે આ ઝડપથી વધતું અસંતુલન વાર્ષિક ખાધ અને વધતા દેવા તરફ દોરી રહ્યું છે.

international news world news united states of america