અમેરિકા; ટેક ઑફ પહેલા જ વિમાનમાં આગ લાગી ગઈ, ફ્લાઇટના 282 મુસાફરોનું રેસ્ક્યુ

22 April, 2025 08:57 AM IST  |  Orlando | Gujarati Mid-day Online Correspondent

FAA એ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. જમણી બાજુના ઍન્જિનમાંથી આગની જ્વાળાઓ આવતી જોવા મળી. ટર્મિનલમાં હાજર એક મુસાફરે આ દ્રશ્ય પોતાના કૅમેરમાં કેદ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવતા તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

અમેરિકાના ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ડેલ્ટા ઍરલાઇન્સના વિમાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જ્યારે આ આગ લાગી તે સમયે વિમાનમાં 282 મુસાફરો હતા. આગની સમયસર માહિતી મળતાં પ્રશાસન એલર્ટ થઈ ગયું હતું જેને લીધે મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી. મુસાફરોને તાત્કાલિક ઇમરજન્સી સ્લાઇડ્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે સ્થાનિક સમય મુજબ ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ડેલ્ટા ઍર લાઇન્સના વિમાનમાં આગ લાગી હતી. ત્યારબાદ મુસાફરોને તાત્કાલિક ઇમરજન્સી સ્લાઇડ્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યા.

એટલાન્ટા જતી ડેલ્ટા ઍરલાઇન્સની ફ્લાઇટ, રનવે તરફ રવાના થઈ ગઈ હતી. તે જ સમયે, પ્લેનના બે ઍન્જિનમાંથી એકમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને તે બાદ તેને તરત જ આગ લાગ ગઈ હતી. આ માહિતી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને ડેલ્ટા ઍરલાઇન્સ દ્વારા આપવામાં આવી હતી. FAA એ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. જમણી બાજુના ઍન્જિનમાંથી આગની જ્વાળાઓ આવતી જોવા મળી. ટર્મિનલમાં હાજર એક મુસાફરે આ દ્રશ્ય પોતાના કૅમેરમાં કેદ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવતા તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ એક દિલાસો આપનારી વાત છે.

અહેવાલો અનુસાર, વિમાનમાં 282 મુસાફરો હતા. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી, જે સારી વાત છે. ઍરલાઇને જણાવ્યું હતું કે જ્યારે વિમાનના બે ઍન્જિનમાંથી એકના ટેઇલપાઇપમાં આગની જ્વાળાઓ જોવા મળી ત્યારે ફ્લાઇટ ક્રૂએ તાત્કાલિક પેસેન્જર કેબિનને ખાલી કરાવવાની પ્રક્રિયાઓનું પાલન કર્યું.

જાળવણી ટીમ દ્વારા નિરીક્ષણ

ડેલ્ટા ઍરલાઇન્સે જણાવ્યું હતું કે મુસાફરોને થયેલા અનુભવ બદલ તેઓ દુઃખી છે અને આ સમય દરમિયાન તેઓ મુસાફરોના સહકાર બદલ આભાર વ્યક્ત કરે છે. સલામતીથી વધુ મહત્ત્વનું કંઈ નથી. ડેલ્ટાની ટીમ અમારા પેસેન્જર્સને શક્ય તેટલી ઝડપથી તેમના સ્થાન સુધી પહોંચાડવા માટે કામ કરશે. ડેલ્ટા મુસાફરોને બીજા વિમાનમાં તેમના ઇચ્છિત ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવશે. જાળવણી ટીમ આગ લાગતા વિમાનનું નિરીક્ષણ કરી રહી છે.

પ્લેન હાઇજૅક કરનારને ગોળી મારી દેવાઈ

તાજેતરમાં જ 19 એપ્રિલે સેન્ટ્રલ અમેરિકાના દેશ બલીઝમાં વિમાનને હાઇજૅક કરીને અમેરિકા લઈ જવાની માગણી કરનારા ૪૯ વર્ષના અકિન્યેલા સાવા ટેલર નામના પ્રવાસીને એક સહપ્રવાસીએ પોતાની રિવૉલ્વરમાંથી ગોળી છોડીને ઠાર કરી દીધો હતો. ૧૭ એપ્રિલે ટ્રૉપિક ઍર બેલિઝનું વિમાન સવારે ૮.૩૦ વાગ્યે કૉરોઝોલથી સાન પેડ્રો જઈ રહ્યું હતું. વિમાનમાં ૧૬ પ્રવાસી પ્રવાસ કરતા હતા, એ સમયે ટેલરે તેની પાસે રહેલા ચાકુથી સાથી પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો જેમાં આશરે ત્રણ પ્રવાસી ઘાયલ થયા હતા. તેણે વિમાનને અમેરિકા લઈ જવાની માગણી કરી હતી. જોકે એ સમયે એક સહપ્રવાસીએ ટેલર પર ગોળી છોડી હતી અને તેને ઠાર કર્યો હતો અને એની સાથે વિમાનને હાઇજૅક કરવાનો પ્રયાસ રોકી દીધો હતો.

united states of america orlando airlines news fire incident international news florida