30 March, 2026 11:07 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
સેન્ટકૉમ દ્વારા શૅર કરાયેલી ઇમેજમાં મરીન સીહૉક હેલિકૉપ્ટર, ઓસ્પ્રે ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ અને F-35 ફાઇટર જેટ સાથે સંપૂર્ણ લડાયક ગિયરમાં જોવા મળી રહ્યાં છે
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ જાહેરાત કરી છે કે અમેરિકન ઍમ્ફિબિયસ યુદ્ધજહાજ USS ત્રિપોલી પર ૩૫૦૦ મરીન મિડલ ઈસ્ટ પહોંચ્યા છે. છેલ્લાં ૨૦ વર્ષમાં આ ક્ષેત્રમાં પહેલી વાર આટલો મોટો અમેરિકન લશ્કરી કાફલો પહોંચ્યો છે. આ પગલાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે અમેરિકા ઈરાનમાં સંભવિત ભૂમિ-આક્રમણની તૈયારી કરી રહ્યું છે. આ સૈનિકો ઈરાન અને ખાર્ગ આઇલૅન્ડથી દૂરના અંતરે તહેનાત કરવામાં આવશે. USS ત્રિપોલી ૨૭ માર્ચે મિડલ ઈસ્ટમાં પહોંચ્યું હતું. ત્રિપોલી ઉભયજીવી અને વ્યૂહાત્મક લડાઈ ઍસેટ્સ સાથે પરિવહન અને સ્ટ્રાઇક વિમાનોનું મિશ્રણ છે.
ઈરાન યુદ્ધને શુક્રવારે એક મહિનો પૂરો થતાં અમેરિકાએ મિડલ ઈસ્ટમાં એની લશ્કરી હાજરી વધારી દીધી છે. સેન્ટકૉમ દ્વારા શૅર કરાયેલી ઇમેજમાં મરીન સીહૉક હેલિકૉપ્ટર, ઓસ્પ્રે ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ અને F-35 ફાઇટર જેટ સાથે સંપૂર્ણ લડાયક ગિયરમાં જોવા મળી રહ્યાં છે. મિડલ ઈસ્ટમાં પહેલેથી જ લગભગ ૫૦,૦૦૦ અમેરિકન સૈનિકો તહેનાત છે.