અમેરિકાએ હાઇપરસોનિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

23 October, 2021 10:52 AM IST  |  New Delhi | Agency

અમેરિકાના નિષ્ણાતોનું માનવું છે કે ચીને હાઇપરસોનિક મિસાઇલને પહેલાં અંતરિક્ષમાં મોકલી હતી અને એ પછી ધરતી પર ચોક્કસ જગ્યાએ ટાર્ગેટ કરવા માટે તેને અંતરિક્ષમાંથી મોકલવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાએ ચીનના પરીક્ષણ પર ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે ચીને આ મિસાઇલ અંતરિક્ષમાંથી લૉન્ચ કરી શકાય એ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. તાજેતરમાં ચીને આ જ પ્રકારનું પરીક્ષણ કર્યું હતું. જોકે ચીને દાવો કર્યો હતો કે અમે તો વિમાનનું પરીક્ષણ કર્યું હતું, એને મિસાઇલ સાથે કોઈ લેવાદેવા નથી. જોકે અમેરિકા આ વાત સાચી માનવા તૈયાર નથી. અમેરિકાના નિષ્ણાતોનું માનવું છે કે ચીને હાઇપરસોનિક મિસાઇલને પહેલાં અંતરિક્ષમાં મોકલી હતી અને એ પછી ધરતી પર ચોક્કસ જગ્યાએ ટાર્ગેટ કરવા માટે તેને અંતરિક્ષમાંથી મોકલવામાં આવી હતી. આ દુનિયા પહેલેથી જ વિનાશક હથિયારોના ઢગલા પર બેઠેલી છે અને હવે દુનિયાના વિકસિત દેશોમાં હાઇપરસોનિક હથિયારોના પરીક્ષણની હોડ શરૂ થઈ છે. 

international news united states of america