15 January, 2026 02:17 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
ગઈ કાલે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ટૅરિફનીતિ બાબતે સુનાવણી થઈ હતી. જોકે કોર્ટે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના ટૅરિફ લગાવવાના અધિકાર વિશેનો નિર્ણય સંભળાવવાનું ટાળ્યું હતું. આ પહેલાં ૯ જાન્યુઆરીએ પણ ફેંસલો થવાની આશા હતી, પરંતુ એ દિવસે પણ કોઈ નિર્ણય નહોતો અપાયો.
ડોનલ્ડ ટ્રમ્પે ફરી ગઈ કાલે દોહરાવ્યું હતું કે ‘જો સુપ્રીમ કોર્ટ ટૅરિફની વિરુદ્ધમાં નિર્ણય સંભળાવશે તો અમેરિકા બરબાદ થઈ જશે. અમેરિકાએ સેંકડો અબજ ડૉલર ચૂકવવા પડશે અને એ શોધવામાં અનેક વર્ષો લાગી જશે કે કોને, ક્યારે અને કેટલી ચુકવણી કરવાની છે.’