ચાર્લી કર્કની હત્યાની ઉજવણી કરતા વિદેશીઓને અમેરિકાની ચેતવણી

14 September, 2025 11:36 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ગૃહવિભાગે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના સાથી ચાર્લી કર્કની હત્યાને વખાણનારા અથવા સમર્થન આપનારા વિદેશીઓને ચેતવણી આપી છે

ચાર્લી કર્ક

અમેરિકાના ગૃહવિભાગે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના સાથી ચાર્લી કર્કની હત્યાને વખાણનારા અથવા સમર્થન આપનારા વિદેશીઓને ચેતવણી આપી છે કે તેમણે વીઝા કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ડેપ્યુટી સેક્રેટરી ક્રિસ્ટોફર લેન્ડાઉએ અધિકારીઓને આવા કેસ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે ભાર મૂક્યો છે કે હિંસા અને નફરતને પ્રોત્સાહન આપનારા લોકોને અમેરિકામાં સ્વીકારવામાં નહીં આવે. ગૃહવિભાગ આ મુદ્દે ફ્લૅગ કરાયેલી સોશ્યલ મીડિયા પોસ્ટ્સની સમીક્ષા કરી રહ્યું છે.

ચાર્લી કર્કની બુધવારે એક યુનિવર્સિટીમાં ભાષણ આપતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના મૃત્યુથી અમેરિકામાં કન્ઝર્વેટિવ ઍક્ટિવિઝમને આઘાત લાગ્યો છે. પરંપરાગત રીતે સંગઠિત ગુના સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરતા ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના અધિકારીઓને તાજેતરના મહિનાઓમાં પૅલેસ્ટિનિયન હેતુ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા અથવા ઇઝરાયલની ટીકા કરતા વિદેશી સ્ટુડન્ટ્સની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. અધિકારીઓને અમેરિકનવિરોધી લાગણીઓ માટે સોશ્યલ મીડિયા પોસ્ટ પર નજર રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. 

international news world news donald trump murder case united states of america