વિજય માલ્યા અને પોતાને ભારતના બે સૌથી મોટા ભાગેડુ કહ્યા બાદ લલિત મોદીએ માફી માગી

29 December, 2025 04:34 PM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

વિવાદ બાદ, લલિત મોદીએ વીડિયો ડિલીટ કર્યો અને સોમવારે ટ્વિટર પર માફી માગી. તેણે લખ્યું, "જો મારા શબ્દોથી કોઈને, ખાસ કરીને ભારત સરકારને, જેને હું ખૂબ માન આપું છું, તો હું માફી માગુ છું. મારો હેતુ વીડિયો વાયરલ કરવાનો નહોતો."

લલિત મોદી અને વિજય માલ્યા

IPLના સ્થાપક અને ભારતના ભાગેડુ લલિત મોદીનો તાજેતરમાં એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યા બાદ તેમણે ભારત સરકારની માફી માગી છે. આગાઉન વીડિયોમાં, મોદીએ વિજય માલ્યાના 70મા જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી અને પોતાને અને માલ્યા બન્નેને ‘ભારતના બે સૌથી મોટા ભાગેડુ’ કહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લલિત મોદીને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. વીડિયોમાં, લલિત મોદીએ કહ્યું હતું કે, "આપણે બે ભાગેડુ છીએ, ભારતના સૌથી મોટા ભાગેડુ," અને વીડિયોનું કૅપ્શન હતું, "ચાલો ભારતમાં ફરી ઇન્ટરનેટ પર ધમાલ મચાવીએ. મારા મિત્ર વિજય માલ્યાને જન્મદિવસની શુભકામનાઓ." આ વીડિયો, જેમાં બન્ને હસતા અને આ નિવેદનો આપતા જોવા મળ્યા હતા, તેનાથી સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ ગુસ્સે થયા હતા અને ટીકા થઈ હતી.

વિવાદ બાદ, લલિત મોદીએ વીડિયો ડિલીટ કર્યો અને સોમવારે ટ્વિટર પર માફી માગી. તેણે લખ્યું, "જો મારા શબ્દોથી કોઈને, ખાસ કરીને ભારત સરકારને, જેને હું ખૂબ માન આપું છું, તો હું માફી માગુ છું. મારો હેતુ વીડિયો વાયરલ કરવાનો નહોતો. હું ફરી એકવાર મારા હૃદયના ઊંડાણથી માફી માગુ છું." આ વીડિયો વાયરલ થયા પછી, વિદેશ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકાર ભાગેડુઓને કાયદેસર રીતે પાછા લાવવા અને તેમને ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે આ મામલે ઘણા દેશો સાથે ચર્ચા ચાલી રહી છે, અને પ્રક્રિયા ચાલુ છે. લલિત મોદી અને વિજય માલ્યા બન્ને યુકેમાં રહે છે અને ભારતમાં ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. લલિત મોદી પર 2010 માં IPL સંબંધિત કરચોરી, મની લૉન્ડરિંગ અને પ્રોક્સી માલિકીનો આરોપ છે. વિજય માલ્યા પર બૅન્ક લોન છેતરપિંડીનો આરોપ છે અને તે લગભગ રૂ. 9,000 કરોડ ચૂકવવામાં નિષ્ફળ રહ્યો છે. ભારત સરકાર બન્ને આરોપીઓ સજા અપાવવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો કરી રહી છે.

વાયરલ પોસ્ટ પર લોકોએ શું કહ્યું?

આ પોસ્ટને ભારત સરકારની મજાક તરીકે પણ ચર્ચામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કમેન્ટમાં એકે લખ્યું "તેઓએ ભારત સરકારની કેટલી મજાક ઉડાવી છે." લલિત મોદીએ તેના નિવાસસ્થાને રાખેલ એક પાર્ટીને ‘અદ્ભુત ઉજવણી’ તરીકે વર્ણવી, જેમાં વિશ્વભરમાંથી આવેલા મિત્રો અને પરિવારજનોએ હાજરી આપી હતી. 70 વર્ષના થયેલા માલ્યાને ‘કિંગ ઑફ ગુડટાઇમ્સ’ કહ્યો. ફોટોગ્રાફર જીમ રાયડેલે X પર મોદી અને માલ્યાનો એક ફોટો પણ શૅર કર્યો, જેમાં માલ્યાના સન્માનમાં ‘શાનદાર પૂર્વ-70મા જન્મદિવસની પાર્ટી’ યોજવા બદલ મોદીનો આભાર માન્યો. લલિત મોદીએ પછીથી એક પોસ્ટમાં ઉપસ્થિતોનો સ્વીકાર કર્યો, માલ્યાને તેના મિત્ર તરીકે ઉલ્લેખ કર્યો અને ઉજવણીમાં જોડાવા બદલ દરેકનો આભાર માન્યો.

lalit modi vijay mallya indian government united kingdom london viral videos international news