✕

બે માળનું ઘર જમીન પરથી પાણીમાં મૂકી દો તો તરવા લાગે છે

02 October, 2026 01:55 PM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

આ ઘર સાથે બીજી કોઈ નાવડી કે વાહન નજર નથી આવતું.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અમેરિકાની બ્લુ હૉવર્ડ નામની મહિલાએ ફેસબુક પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં બે માળનું એક ઘર જમીન પરથી ખસેડીને એક માણસ નદીના પાણીમાં ઉતારે છે અને એ ઘર પાણીમાં ફર્રાટેદાર ગતિએ ચાલે છે. અમેરિકાના લ્યુસિયાનામાં ફ્લોટિંગ હાઉસનો કન્સેપ્ટ બહુ નવો નથી, પરંતુ આ એકદમ મૉડર્ન ઘર લાગે છે. આ ઘર રિમોટ કન્ટ્રોલથી પાણી પર ચાલે છે. આ ઘર સાથે બીજી કોઈ નાવડી કે વાહન નજર નથી આવતું.

international news world news united states of america viral videos