WHOનો ચિંતાજનક રિપોર્ટ: ભારતમાં લગભગ ૩૦ ટકા મહિલાઓ ઇન્ટિમેટ પાર્ટનરની હિંસાનો ભોગ બને છે

25 November, 2025 07:17 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વિશ્વભરમાં લગભગ ત્રણમાંથી એક મહિલા એટલે કે લગભગ ૮૪ કરોડ મહિલાઓએ તેમના જીવનકાળમાં ઇન્ટિમેટ પાર્ટનર દ્વારા જાતીય હિંસાનો અનુભવ કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં પંદરથી ૪૯ વર્ષની વયની પાંચમાંની એકથી વધુ મહિલાઓ એટલે કે લગભગ ૨૦ ટકા મહિલાઓએ ૨૦૨૩માં અંગત પાર્ટનર દ્વારા હિંસાનો અનુભવ કર્યો હતો, જ્યારે લગભગ ૩૦ ટકા મહિલાઓએ તેમના જીવનકાળમાં આવી હિંસા અનુભવી છે એમ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના એક નવા વૈશ્વિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ અહેવાલ ૧૬૮ દેશો પર આધારિત છે અને ૨૦૦૦ અને ૨૦૨૩ વચ્ચે હાથ ધરાયેલાં સર્વેક્ષણો અને અભ્યાસમાંથી ડેટાની વ્યાપક સમીક્ષા છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરમાં લગભગ ત્રણમાંથી એક મહિલા એટલે કે લગભગ ૮૪ કરોડ મહિલાઓએ તેમના જીવનકાળમાં ઇન્ટિમેટ પાર્ટનર દ્વારા જાતીય હિંસાનો અનુભવ કર્યો છે. આ આંકડો ૨૦૦૦થી યથાવત્ છે, બદલાયો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે ૧૫થી ૪૯ વર્ષની વયની ૮.૪ ટકા મહિલાઓએ નૉન-લાઇફપાર્ટનર દ્વારા જાતીય હિંસાનો અનુભવ કર્યો છે. ભારતમાં ૧૫ વર્ષ અને એથી વધુ ઉંમરની અંદાજે ૪ ટકા મહિલાઓએ નૉન-લાઇફપાર્ટનર દ્વારા જાતીય હિંસાનો અનુભવ કર્યો છે.

international news world news world health organization Crime News sexual crime india