મિશિગન તળાવ પાસે જોવા મળ્યાં રેતીનાં અજબ શિલ્પ

17 January, 2022 08:14 AM IST  |  Michigan | Gujarati Mid-day Correspondent

સેન્ટ જોસેફ પાર્કના સુપરિન્ટેન્ડન્ટ જેફ રેચનરે જણાવ્યું કે પવન અને ઠંડા વાતાવરણને લીધે આ શિલ્પ લગભગ દર વર્ષે જોઈ શકાય છે

રેતીનાં અજબ શિલ્પ

મિશિગન જિયોલૉજિકલ સર્વેના ડિરેક્ટર જૉન યેલીચેએ મિશિગન તળાવ પાસેનાં રેતીનાં વિચિત્ર શિલ્પના ફોટો જોઈને પ્રથમ તો તેને ફોટોશૉપની કમાલ માની લીધી હતી, પરંતુ તેના બૅકગ્રાઉન્ડમાં જોવા મળેલા લાઇટહાઉસને કારણે તે વાસ્તવિક ફોટો હોવાનું જણાયું હતું. 
સેન્ટ જોસેફ પાર્કના સુપરિન્ટેન્ડન્ટ જેફ રેચનરે જણાવ્યું કે પવન અને ઠંડા વાતાવરણને લીધે આ શિલ્પ લગભગ દર વર્ષે જોઈ શકાય છે. ઠંડીમાં રેતી થીજી ગયા બાદ જોરથી ફૂંકાયેલા પવનથી આ પ્રકારના ચિત્રવિચિત્ર આકાર રચાય છે. સામાન્ય રીતે આ શિલ્પ લાંબો સમય ટકતાં નથી. તાપમાન વધે અને વાતાવરણ સામાન્ય પ્રમાણમાં ગરમાટો વધે કે પછી ફરીથી પવન ફૂંકાય તો આ શિલ્પ તૂટી જાય છે. વેસ્ટ મિશિગનમાં જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડા તાપમાન અને ઘાતકી પવનોથી અત્યંત ઠંડું વાતાવરણ હોય છે, જેને કારણે આ ઘટના બનવા માટે યોગ્ય સ્થિતિ સર્જાઈ હતી.

offbeat news international news