કૉન્ગો નદીમાં ૫૦૦ મુસાફરોને લઈ જતી લાકડાની બોટ આગ લાગ્યા બાદ પલટી: ૧૪૮ લોકોનાં મોત, ૧૦૦ લાપતા

20 April, 2025 11:48 AM IST  |  Congo | Gujarati Mid-day Correspondent

તરતાં ન આવડતાં મહિલાઓ અને બાળકો સહિતના લોકોનાં નદીમાં કૂદવાથી મોત થયાં હતાં

અકસ્માતની તસવીર

મધ્ય આફ્રિકાના દેશ ડેમોક્રૅટિક રિપબ્લિક ઑફ કૉન્ગોમાં મોટર વડે ચાલતી લાકડાની બોટમાં આગ લાગી હતી. ત્યાર બાદ બોટ કૉન્ગો નદીમાં અધવચ્ચે પલટી ખાઈ ગઈ હતી. આ બોટમાં ૫૦૦ મુસાફરો સવાર હતા. બોટ-દુર્ઘટનામાં ૧૪૮થી વધુ મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૧૦૦થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે એક મહિલા બોટ પર જમવાનું બનાવી રહી હતી ત્યારે આગ લાગી હતી. તરતાં ન આવડતાં મહિલાઓ અને બાળકો સહિતના લોકોનાં નદીમાં કૂદવાથી મોત થયાં હતાં.

international news world news africa