કોસ્ટલ રોડ પર ૨૦૦૦ મેટ્રિક ટનના આર્ચ બ્રિજને આજે બાંદરા-વરલી સી-લિન્ક સાથે જોડવામાં આવશે

26 April, 2024 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રિજને લઈ જતા બાર્જનું પોતાનું કોઈ એન્જિન નથી એટલે એને ત્રણ ટગ-બોટ દ્વારા ખેંચીને લઈ જવામાં આવ્યો હતો.

૨૦૦૦ મેટ્રિક ટનનો આર્ચ બ્રિજ

મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં સૌથી મહત્ત્વના કમ્પોનન્ટ ગણાતા ૨૦૦૦ મેટ્રિક ટનના આર્ચ બ્રિજને બુધવારે રાતે માઝગાવ ડોકના ન્હાવા યુનિટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને એને ટગ-બોટ દ્વારા એના ફિટિંગ પૉઇન્ટ તરફ ખેંચીને લઈ જવામાં આવ્યો હતો. આ આર્ચ બ્રિજને બાંદરા-વરલી સી-લિન્ક સાથે જોડવાના કામનો આરંભ શુક્રવારની વહેલી સવારથી શરૂ કરવાનું નિર્ધારિત હતું અને શનિવારનો દિવસ પણ આ કામ માટે રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. વેધર કંડિશન ખરાબ હોય તો આ કામમાં મુશ્કેલી આવી શકે એમ હોવાથી આમ કરવામાં આવ્યું છે.
બ્રિજને લઈ જતા બાર્જનું પોતાનું કોઈ એન્જિન નથી એટલે એને ત્રણ ટગ-બોટ દ્વારા ખેંચીને લઈ જવામાં આવ્યો હતો. આ આર્ચ બ્રિજ મુંબઈ કોસ્ટલ રોડની જમણી તરફના ભાગને બાંદરા-વરલી સી-લિન્ક સાથે જોડશે.

mumbai news Mumbai Coastal Road sea link